AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Election: મતદારોમાં જાગૃતિ ફેલાવવા ચૂંટણી પંચની અનોખી પહેલ, બ્લાઈન્ડ ક્રિકેટનું કર્યું આયોજન

ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારી કુણાલે બંને ટીમોને અભિનંદન આપ્યા અને કહ્યું કે રમતની ભાવના અને ચૂંટણીમાં ભાગીદારી એકબીજા સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીની સફળતા માટે ખેલદિલી, પ્રતિબદ્ધતા અને ભાગીદારીની જરૂર છે.

Goa Election: મતદારોમાં જાગૃતિ ફેલાવવા ચૂંટણી પંચની અનોખી પહેલ, બ્લાઈન્ડ ક્રિકેટનું કર્યું આયોજન
The Blind Cricket Team Tournament, Goa
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 10:07 PM
Share

Goa Election: ચૂંટણી પંચે (The Election Commission) આગામી ગોવા વિધાનસભા ચૂંટણી 2022 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટ (The Blind Cricket Team Tournament)નું આયોજન કર્યું હતું. પોરવોરીમ (Porvorim)ના જીસીએ ગ્રાઉન્ડ ખાતે રવિવારે રમાયેલી મેચમાં નોર્થ ગોવા બ્લાઈન્ડ ટીમે સાઉથ ગોવા બ્લાઈન્ડ ટીમને 35 રનથી હરાવી હતી. મેચ પછી ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારી કુણાલે બંને ટીમોને અભિનંદન આપ્યા અને કહ્યું કે રમતની ભાવના અને ચૂંટણીમાં ભાગીદારી એકબીજા સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીની સફળતા માટે ખેલદિલી, પ્રતિબદ્ધતા અને ભાગીદારીની જરૂર છે.

ચૂંટણી પંચે મતદાનમાં સમાજના તમામ વર્ગોની ભાગીદારી માટે આ પહેલ કરી હતી. કુણાલે મતદારોને સમર્પણ સાથે આગળ આવવા અને કોઈપણ ભય અને પ્રભાવ વિના ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા અને યોગ્ય રીતે મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે તમામ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબર- 1950 શરૂ કર્યો છે. તેમણે લોકોને ચૂંટણીમાં પ્રામાણિકપણે ભાગ લેવા અને મસલ પાવર બતાવવા અથવા કોઈને લાંચ આપવા અંગે ફરિયાદ કરવા અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે વિકલાંગ મતદારો અને 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ‘ગેરહાજર મતદાર સુવિધા’ની સ્થાપના કરવામાં આવી છે. આવા મતદારો પાસે ક્યાં તો મતદાન મથક પર આવવાનો અથવા ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા ગેરહાજર મતદાન પ્રણાલીને પસંદ કરવાનો વિકલ્પ હશે. તેમણે કહ્યું કે મતદાન મથકો પર રેમ્પ, શૌચાલય જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે વિકલાંગ મતદારોને ચૂંટણી પંચની PWD એપનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

મેચમાં ટોસ જીત્યા બાદ દક્ષિણ ગોવાની અંધ ટીમે ઉત્તર ગોવાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. નોર્થ ગોવાએ ઓપનિંગ બેટ્સમેન યશવંત ગોસાવીના અણનમ 65 અને પ્રજ્યોત ઝાના અણનમ 70 રનની મદદથી કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 160 રન બનાવ્યા હતા. 12 ઓવરની આ મેચમાં દક્ષિણ ગોવાની ટીમ 5 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. ઉત્તર ગોવાની ટીમને 11,000 રૂપિયાનું ઈનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી. સાથે જ રનર્સઅપ ટીમને 5,500 રૂપિયા આપવામાં આવ્યા હતા. બંને ટીમના ખેલાડીઓને સહભાગીતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: IND vs SA: દક્ષિણ આફ્રિકાના ગઢમાં પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયાના નામે રહ્યો, દિવસના અંતે સ્કોર 272/3, રાહુલનુ શાનદાર શતક, અગ્રવાલની ફીફટી

આ પણ વાંચો: ઓનલાઈન ચોરી રોકવામાં કામ આવે છે ‘S’ લેટર, વેબસાઈટ પર પેમેન્ટ કરતા પહેલા જરૂરથી ચેક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">