World Environment Day : હિમાલયમાં છેલ્લા 40 વર્ષમાં 3.9 લાખ હેકટરમાં ગ્લેશિયર્સ ઓગળી ગયા

|

Jun 05, 2022 | 7:11 AM

ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર્સ (Glaciers) ઝડપથી ઓગળી રહ્યા છે. ખાસ કરીને નાના ગ્લેશિયર્સ પર તેની અસર વધુ જોવા મળી રહી છે. ચાર દાયકા પહેલા હિમાલયની શ્રેણીમાં ગ્લેશિયરનો વિસ્તાર 3 મિલિયન હેક્ટર હતો.

World Environment Day : હિમાલયમાં છેલ્લા 40 વર્ષમાં 3.9 લાખ હેકટરમાં ગ્લેશિયર્સ ઓગળી ગયા
Glaciers in the Himalayas

Follow us on

પર્યાવરણમાં ફેલાઈ રહેલા પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગની (global warming) વધતી અસરને કારણે હિમાલયમાં (Himalayas) 40 વર્ષમાં 3.9 લાખ હેક્ટર વિસ્તારમાંથી ગ્લેશિયર્સ (Glaciers) ઓગળી ગયા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર્સ ઝડપથી ઓગળી રહ્યા છે. ખાસ કરીને નાના ગ્લેશિયર્સ પર તેની અસર વધુ જોવા મળી રહી છે. ચાર દાયકા પહેલા સુધી હિમાલયની શ્રેણીમાં ગ્લેશિયરનો (Himalayan Glaciers) વિસ્તાર 3 મિલિયન હેક્ટર હતો. આ વાતનો ખુલાસો ધર્મશાલાની સેન્ટ્રલ યુનિવર્સિટીના પર્યાવરણ વિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અનુરાગે કર્યો હતો, જેઓ 2002થી હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ગ્લેશિયર્સ પર સંશોધન કરી રહ્યા છે.

અમર ઉજાલાના અહેવાલ અનુસાર. જેએનયુથી પણ નાના એવા છોટા શિગડી ગ્લેશિયર પર પીએચડી કરનાર ડૉ. અનુરાગે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગની અસર બે ચોરસ કિલોમીટરથી ઓછા વિસ્તારમાં ફેલાયેલા નાના ગ્લેશિયર પર વધુ જોવા મળી છે. આ ગ્લેશિયર્સ ઝડપથી તૂટી રહ્યા છે અને ઓગળી રહ્યા છે. તેમણે કહ્યું કે સિક્કિમથી લઈને કાશ્મીર સુધી સમગ્ર હિમાલય ક્ષેત્રમાં લગભગ નાના મોટા 9,575 ગ્લેશિયર્સ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે તમામ ગ્લેશિયર્સ ઉપર અસર જોવા મળી રહી છે. જેના કારણે તેઓ વધુ ઓગળી રહ્યા છે. જેનાથી ગ્લેશિયર્સનો વિસ્તાર ઘટી રહ્યો છે. હિમાચલના ચંબા જિલ્લામાં 90 ટકા જેટલા નાના ગ્લેશિયર્સ છે. જ્યારે લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરના આદિવાસી જિલ્લાઓમાં પણ 50-50 ટકા નાના ગ્લેશિયર્સ આવેલા છે.

ભારતમાં માત્ર હિમાલયના પ્રદેશોમાં ગ્લેશિયર્સ છે

ગ્લેશિયર્સ ભારતના હિમાલયના પ્રદેશોમાં જ જોવા મળે છે. આ ગ્લેશિયર્સ પૂર્વમાં સિક્કિમ, મધ્યમાં હિમાચલ અને ઉત્તરાખંડ અને પશ્ચિમમાં કાશ્મીર પ્રદેશમાં આવેલા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સતત ધ્યાન દેવાની જરૂર

ગ્લેશિયર્સ પર પીએચડી કરનાર ડૉ.અનુરાગે કહ્યું કે ગ્લેશિયર્સને બચાવવા માટે આપણે સતત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનો ચલાવવા, જંગલોમાંથી વૃક્ષો કાપવા, જંગલમાં આગ લાગતી અટકાવવી, ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો અને પ્રદૂષણ અટકાવવા અને વધુ વૃક્ષો વાવવા પર ભાર મૂકવો પડશે.

હિમાલયના પ્રદેશમાં મોટાભાગના ગ્લેશિયર્સનું પાણી નદીઓ અને નાળાઓમાં જ જાય છે. લાહૌલમાં 90 ટકા પાણી ચંદ્રા અને ભાગા નદીઓ તેમજ નાના નાળાઓમાં વહી રહ્યું છે. જો કે, ભૌગોલિક પરિસ્થિતિને કારણે માર્ચ-એપ્રિલમાં ગ્લેશિયર્સ પીગળવાને કારણે ઘણી જગ્યાએ તળાવો અસ્તિત્વમાં આવે છે, જે પ્રકૃતિનો નિયમ છે.

Next Article