નિઃશુલ્ક તાજમહેલ અને આગ્રા કિલ્લો નિહાળવા મળી રહી છે તક, જાણો કેવી રીતે ફી ચૂકવ્યા વગર મેળવશો એન્ટ્રી

|

Nov 18, 2020 | 3:31 PM

ગુરુવારે ઐતિહાસિક સ્મારકોની મુલાકાત વિનામૂલ્યે લઈ શકાશે.  સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરુવારે તાજમહેલ, આગરાનો કિલ્લો અને ફતેહપુર સિકરી સ્મારકો જોવા માટે કોઈ શુલ્ક લેવાશે નહિ. ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણના સ્મારકમાં ગુરુવારે એક દિવસ માટે નિ: શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. ગુરુવારથી શરૂ થતા વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી તર્ગત સંસ્કૃતિ મંત્રાલયે આ સ્મારકોમાં નિઃશુલ્ક પ્રવેશની ઘોષણા કરી છે […]

નિઃશુલ્ક તાજમહેલ અને આગ્રા કિલ્લો નિહાળવા મળી રહી છે તક, જાણો કેવી રીતે ફી ચૂકવ્યા વગર મેળવશો એન્ટ્રી

Follow us on

ગુરુવારે ઐતિહાસિક સ્મારકોની મુલાકાત વિનામૂલ્યે લઈ શકાશે.  સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરુવારે તાજમહેલ, આગરાનો કિલ્લો અને ફતેહપુર સિકરી સ્મારકો જોવા માટે કોઈ શુલ્ક લેવાશે નહિ. ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણના સ્મારકમાં ગુરુવારે એક દિવસ માટે નિ: શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

ગુરુવારથી શરૂ થતા વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી તર્ગત સંસ્કૃતિ મંત્રાલયે આ સ્મારકોમાં નિઃશુલ્ક પ્રવેશની ઘોષણા કરી છે જોકે કોરોના પ્રોટોકોલ જોતાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રહેશે. 19 થી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીક યોજાશે. ગુરુવારે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની શરૂઆતમાં તમામ સ્મારકોની ઝાંખી પાછળ સરકાર કોઈ ફી લેશે નહિ.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે


હાલમાં તાજમહેલમાં પાંચ હજાર પ્રવાસીઓને પ્રવેશવાની મંજૂરી છે. પ્રવાસીઓ બે જુદા જુદા સમયે પ્રવેશ કરી રહ્યા છે. પ્રવેશ માટે પર્યટકોએ ઓનલાઇન ટિકિટ ખરીદવાની પ્રક્રિયા અપનાવવી પડશે. QRકોડ્સ પણ સ્કેન કરી ટિકિટ લઈ શકાય છે. તાજમહેલને જોવા માટે બે પ્રકારની ટિકિટ છે. ભારતીય પ્રવાસીઓ માટે 50 રૂપિયાની ટિકિટ તાજમહેલમાં પ્રવેશ માટે છે પરંતુ જો પ્રવાસીઓ મુખ્ય સમાધિ પણ જોવા માંગતા હોય તો 200 રૂપિયાની ટિકિટ અલગથી લેવી પડે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article