શું તમે જાણો છો મહાત્મા ગાંધી ક્યા વિષયમાં નબળા હતા ? જાણો બાપુના જીવનની કેટલીક રસપ્રદ વાતો

|

Oct 02, 2021 | 1:49 PM

મહાત્મા ગાંધીના ઉપદેશો તમામ પેઢીને પ્રેરણા પુરી પાડે છે. ગાંધીજીનું જીવન શાંતિ, અહિંસા અને પ્રામાણિકતા ઘણું બધું શીખવે છે.

શું તમે જાણો છો મહાત્મા ગાંધી ક્યા વિષયમાં નબળા હતા ? જાણો બાપુના જીવનની કેટલીક રસપ્રદ વાતો
Mahatma Gandhi (File Photo)

Follow us on

Gandhi Jayanti 2021 : સમગ્ર દેશમાં આજે મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આપણે મહાત્મા ગાંધીને મહાનતા અને બલિદાનની મૂર્તિ તરીકે જોઈએ છીએ. તેમની અહિંસક નીતિઓ અને નૈતિક આધારને કારણે અંગ્રેજો વિરુધ્ધના આંદોલનમાં (Movement) વધુ લોકો જોડાયા હતા. ત્યારે બાપુની જન્મજયંતિ પર આપણે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જાણીશું.

ગાંધીજી આ વિષયમાં નબળા હતા

મહાત્મા ગાંધી બહુ આશાસ્પદ વિદ્યાર્થી ન હતા.વર્ગમાં તેની હાજરી પણ ખુબ ઓછી હતી,ગાંધીજી અંગ્રેજી વિષયમાં તેજસ્વી, જ્યારે ભુગોળમાં બાપુ નબળા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

10 વર્ષની ઉંમર સુધીમાં ગાંધીજીએ ઘણી શાળાઓ બદલી નાખી હતી

2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં (Porbandar) જન્મેલા, મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન પર ઘણા પુસ્તકો લખાયા છે. જેમાં એક પુસ્તક અંતર્ગત જાણવા મળે છે કે, 10 વર્ષની ઉંમર સુધીમાં ગાંધીજીએ ઘણી શાળાઓ બદલી નાખી હતી. શાળાઓ બદલવાના જુદા જુદા કારણો હતા. ઉપરાંત તેમની પરીક્ષાના પરિણામોની વાત કરવામાં આવે તો તેમને 45 થી 55 સુધીની ટકાવારી મળતી હતી.ત્રીજા વર્ગમાં તે 238 દિવસોમાંથી માત્ર 110 દિવસ જ શાળાએ ગયા હતા.

23 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા

1891 માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગાંધીજી ભારત પરત ફર્યા, પરંતુ નોકરીના સંદર્ભમાં તેને દક્ષિણ આફ્રિકા પાછા જવું પડ્યું. તે 23 વર્ષની ઉંમરમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા અને એક અઠવાડિયા બાદ ડર્બનથી પ્રોટોરિયા જતી વખતે તેને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. તેની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ (First Class Ticket) હતી, છતા ભેદભાવને કારણે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ. કારણ કે કોઈ પણ ભારતીય કે કાળા લોકો માટે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ હતો. આ ઘટનાએ ગાંધીજીને ખૂબ જ દુ:ખ પહોંચાડ્યું, જેની કિંમત માત્ર આફ્રિકામાં જ નહીં પણ ભારતમાં પણ અંગ્રેજોને ચૂકવવી પડી.

દેશની આઝાદીની લડતમાં જોડાયા

દેશની સ્થિતિને સમજવા માટે ગાંધીજીએ ભારતની આવવાની યોજના બનાવી. તેમણે અસહકાર આંદોલન, સવિનય કાનુન ભંગ આંદોલન, ભારત છોડો આંદોલનનું પણ નેતૃત્વ કર્યું હતુ. દેશની આઝાદીમાં ગાંધીજીના (Gandhiji) યોગદાનને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પાડી.

સિલાઇ વગરના કપડાં પહેર્યા

મહાત્મા ગાંધી બધા ભારતીયો સાથે સમાનતા દર્શાવવા માટે સિલાઇ વગરના કપડાં પહેરતા હતા. તેણે કહ્યું હતું કે, તે ત્યારે જ પોતાનું આખું શરીર ઢાંકશે, જ્યારે તમામ ભારતીયો પાસે કપડાં હશે. ગાંધીજીના આંદોલન દરમિયાન, બ્રિટિશ સરકારે કોઈને ફોટા લેવાની મંજૂરી આપી ન હતી. બ્રિટિશરો (Britisher) માનતા હતા કે ચળવળ ચિત્ર કરતાં ઘણી મોટી હોઇ શકે છે.

ગાંધીજી હસમુખ સ્વભાવના હતા

મહાત્મા ગાંધીની છબી સામાન્ય રીતે એક ધીર ગંભીર વિચારક, આધ્યાત્મિક અગ્રણી અને શિસ્તબદ્ધ રાજકારણીની રહી છે, પરંતુ તેમની રમૂજ અને સમજશક્તિનો કોઈ જવાબ નહોતો. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ (PM Javaharlal Nehru) પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ‘જેણે મહાત્માજીની રમૂજી મુદ્રા નથી જોઈ, તે ખૂબ જ મૂલ્યવાન વસ્તુ જોવાથી વંચિત રહી ગયા છે.’

 

આ પણ વાંચો : કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે બાપુને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, હાથથી બનાવેલો દેશનો સૌથી મોટો તિરંગો જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયુ……

Published On - 1:49 pm, Sat, 2 October 21

Next Article