કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયુ……

પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, શુક્રવારની સાંજે એક યુવાને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયુ......
Nitin Gadkari (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Oct 02, 2021 | 12:58 PM

Maharashtra : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવાર રાત્રે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર એક યુવાને આત્મહત્યાનો (Suicide) પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ,કેન્દ્રીય પ્રધાનના ઘરની બહાર એક યુવકે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, રસ્તાના નિર્માણના કામની તપાસની માંગણી કરતા આ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને સમયસર અટકાવી લેતા તેનો જીવ બચી ગયો હતો.

પત્ર લખીને તપાસની માગ કરી હતી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ મહારાષ્ટ્રના (Maharashtra) બુલઢાણા જિલ્લાના મહેકરનો રહેવાસી છે. તેનું નામ વિજય મારોતરાવ પવાર છે. આ યુવકે બે દિવસ પહેલા શેગાંવ-ખામગાંવ પાલખી રોડના ખોટા બાંધકામની તપાસની માંગણી કરતો કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીને પત્ર લખ્યો હતો.જેમાં તેણે આ માંગણી નહીં સંતોષાય તો તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી.

માંગ ન સંતોષાતા આત્મહત્યાનો કર્યો પ્રયાસ

તમને જણાવી દઈએ કે, આ ઘટના નાગપુર જિલ્લાના રાણા પ્રતાપ નગરમાં બની હતી. જેમાં એક યુવકે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના(Nitin Gadkari)  ઘરની બહાર ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, ઉલ્લેખનીય છે કે રસ્તાના નિર્માણની તપાસની માંગણી ન સંતોષાતા તેણે આ પગલુ ભર્યુ હતુ.

પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ધમકી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.જેમાં શુક્રવારે સાંજે લગભગ 5 વાગ્યેની આસપાસ આ યુવકે ઝેર ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને અટકાવ્યો. જે બાદ વિજય મારોતરાવને સરકારી હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તબીબોના જણાવ્યા અનુસાર, હાલ તેમની તબિયત સ્થિતિ છે. આ કેસમાં પોલીસ અધિકારીએ યુવક વિરુદ્ધ IPC ની કલમ 309 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Maharashtra: ભૂતપૂર્વ ગૃહમંત્રી માટે મુશ્કેલીઓ વધી શકે છે ! CBI ને 50 પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ગેરરીતિઓ મળી

આ પણ વાંચો : સોશીયલ મીડીયા પર કોઈ પણ મહીલા વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરવા પર આ કલમ હેઠળ નોંધાય શકે છે કેસ, જાણો વિગતવાર

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati