AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atal Bihari Vajpayee Death Anniversary: 3 વખત વડાપ્રધાન, 9 વખત લોકસભા સાંસદ અને 2 વખત રાજ્યસભાના સાંસદ બન્યા ‘અટલજી’, નિર્ભિક ભાષણો માટે હંમેશા કરવામાં આવે છે યાદ

દેશને વિકાસ અને સુશાસનનો મંત્ર આપનાર અટલ બિહારી વાજયેપીની આજે પાંચમી પુણ્યતિથિ છે. અટલ બિહારી વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન હતા. ભારત રત્નથી સન્માનિત અટલજી તેમના ભાષણો માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતા.

Atal Bihari Vajpayee Death Anniversary: 3 વખત વડાપ્રધાન, 9 વખત લોકસભા સાંસદ અને 2 વખત રાજ્યસભાના સાંસદ બન્યા 'અટલજી', નિર્ભિક ભાષણો માટે હંમેશા કરવામાં આવે છે યાદ
Atal Bihari Vajpayee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 8:47 AM

Atal Bihari Vajpayee Death Anniversary: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી (Atal Bihari Vajpayee)ની આજે પુણ્યતિથિ છે. ભારતની વિકાસયાત્રામાં અટલ બિહારી વાજયેપીનું યોગદાન અવિસ્મરણીય છે. વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન રહ્યા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સહ-સ્થાપક પણ હતા.

ભાજપના ‘અટલ’

અટલજી ભારતના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા જેમણે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જોકે, એક વખત તેઓ માત્ર 13 દિવસ માટે અને બીજી વખત 13 મહિના માટે પીએમ બન્યા હતા. 27 માર્ચ 2015ના રોજ, ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો.

93 વર્ષની વયે થયું નિધન

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે નિધન થયું હતું, તેઓ ઘણા સમયથી બીમાર હતા. અટલ બિહારી વાજપેયીએ 1998થી 2004 સુધી ત્રણ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, તેમણે વડાપ્રધાન તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. અટલ બિહારી વાજપેયીને ભાજપના સર્વોચ્ચ નેતાઓમાંના એક માનવામાં આવે છે, જેમના નેતૃત્વમાં ભાજપનો ઉદય થયો અને તેની સત્તા સુધીની સફર નક્કી થઈ.

જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
IPL ક્રિકેટર જોડિયા બાળકોનો પિતા બન્યો, આવો છે પરિવાર
પોટલી માલિશના ફાયદા શું છે?
ક્યારેક આપણને અચાનક કોઈનું નામ કેમ ભુલી જાય છીએ?

3 વખત દેશના વડાપ્રધાન બન્યા

અટલ બિહારી વાજપેયી 3 વખત દેશના વડાપ્રધાન બન્યા, તેઓ 9 વખત લોકસભાના સાંસદ જ્યારે 2 વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. સૌથી પહેલા અટલ બિહારી વાજપેયી 1996માં 13 દિવસ, 1998માં 13 મહિના અને પછી 1999માં 5 વર્ષ માટે દેશના વડાપ્રધાન રહ્યા હતા. વાજપેયી સંયુક્ત રાષ્ટ્રની સભામાં હિન્દીમાં ભાષણ આપનારા પ્રથમ વિદેશ મંત્રી પણ હતા.

આ પણ વાંચો : પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, NDA નેતાઓ પણ રહ્યા હાજર

અટલજીના ભાષણો વિશ્વભરમાં ફેમસ

અટલ બિહારી વાજપેયીને તેમના નિર્ભિક ભાષણો માટે હંમેશા યાદ કરવામાં આવે છે. અટલજી સારા વક્તા હોવાને કારણે દેશભરમાં તમામ ઉંમરના લોકો તેમણે પસંદ કરતા હતા. તેમના ભાષણો માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાનમાં પણ ફેમસ છે. અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમના ભાષણો લોકોને ખૂબ યાદ કરી રહ્યા છે.

અટલજીના જન્મદિવસની ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવણી

વર્ષ 2014માં અટલ બિહારી વાજપેયીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. 25 ડિસેમ્બર, અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને‘સુશાસન દિવસ’ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">