Gujarati NewsNationalFor ram mandir dharm sansad passed proposal construction from 21 february in ayodhya at any how ram mandirna nirmannu kam 21 februaray thi thase sharu
રામ મંદિર પર ધર્મ સંસદની હુંકાર, 21 ફેબ્રુઆરીથી કોઈ પણ સંજોગોમાં શરૂ થશે મંદિરના નિર્માણનું કામ
દેશમાં દાયકાઓથી રહેલાં રામ મંદિર ના પ્રશ્ન પર એક મોટું નિવેદન સામી આવી રહ્યું છે. તાજેતરમાં પ્રયાગરાજમાં ચાલી રહેલી ધર્મ સંસદમાં જાહેરાત કરવામાં આવી કે, સંત સમાજના લોકો આગામી મહિને પ્રયાગથી અયોધ્યા સુધી કૂચ કરશે. ‘પરમધર્મ સંસદ’ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, મંદિરના નિર્માણ માટે 21 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. જેના માટે […]
દેશમાં દાયકાઓથી રહેલાં રામ મંદિર ના પ્રશ્ન પર એક મોટું નિવેદન સામી આવી રહ્યું છે. તાજેતરમાં પ્રયાગરાજમાં ચાલી રહેલી ધર્મ સંસદમાં જાહેરાત કરવામાં આવી કે, સંત સમાજના લોકો આગામી મહિને પ્રયાગથી અયોધ્યા સુધી કૂચ કરશે.
ધર્મસંસદમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ
‘પરમધર્મ સંસદ’ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, મંદિરના નિર્માણ માટે 21 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. જેના માટે મોટી સંખ્યામાં સાધુ સંતો 4 ઈંટ લઇને અયોધ્યા તરફ કૂચ કરશે.
ધર્મસંસદમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, મંદિર તોડનાર સરકાર રામ મંદિરનું નિર્માણ કરાવી શકતી નથી. તેથી અમે 21 ફેબ્રુઆરીના અયોધ્યમાં ભગવાન રામના ભવ્ય મંદિર માટે શિલાન્યાસ કરીશું. જેના માટે વસંત પંચમી (10 ફેબ્રુઆરી)ના દિવસથી સંતોનો જમાવડો પ્રયાગરાજથી અયોધ્યા તરફ કૂચ કરશે.
એટલું જ નહીં ધર્મસંસદમાં કોર્ટ દ્વારા કરવામાં આવેલા વિલંબ પર પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. શંકરાચાર્યએ કહ્યું કે, મંદિરના નિર્માણ માટે સમય લાગી શકે છે પરંતુ તેનો પ્રારંભ તો થઇ જ શકે છે. સંતોએ કહ્યું કે, અમે વડાપ્રધાન અને કોર્ટનું સન્માન કરીએ છે. પરંતુ અમે ચાર ઈંટ લઈને અયોધ્યા પહોંચીશું.