આજરોજ (28/03/2022) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના સહયોગથી ઈન્ડિયન એર ફોર્સે (Indian Air Force) તેના વિવિધ વાહનોના કાફલા માટે ‘ફ્લીટ કાર્ડ – ફ્યુઅલ ઓન મૂવ’ રજૂ કરીને ઈંધણ સપ્લાય ચેઈન મેનેજમેન્ટમાં આગળ વધ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા યોજવામાં આવેલી આ નવીન પહેલ ઈંધણના લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં એક નૂતન બદલાવ પણ પૂરો પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘ફ્લીટ કાર્ડ’, જે IAFના વાહનો માટે ઉર્જા સુરક્ષા પ્રદાન કરે છે. આ ઈવેન્ટમાં એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી, હેડક્વાર્ટર વેસ્ટર્ન એર કમાન્ડ, સુબ્રતો પાર્ક ખાતે એર માર્શલ એસ પ્રભાકરનની હાજરીમાં આજે એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ લોન્ચ કર્યું હતું. આ ઈવેન્ટમાં ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વેસ્ટર્ન એર કમાન્ડ અને એસ.એમ. વૈદ્ય ચેરમેન IOCL પણ હાજર રહ્યા હતા.
IAF Recent Collaboration Viral Image
અમે તમને જણાવી દઈએ કે, “ફ્યુઅલ ઓન મૂવ”ના આ નવીન ખ્યાલના અમલીકરણમાં મુખ્ય મથક વેસ્ટર્ન એર કમાન્ડને મુખ્ય એજન્સીમાં નિયુક્તી કરવામાં આવી હતી. ફ્લીટ કાર્ડની ઉપલબ્ધતા ભારતીય સૈન્ય કાફલાને કોઈપણ IOCL ઈંધણ સ્ટેશનો પર ઈંધણ ભરવાની પરવાનગી આપશે. આમ હિલચાલની ગતિમાં વધારો થશે અને સમગ્ર દેશમાં કાર્યરત સ્થળોએ તૈયારી માટે લીડ ટાઈમમાં ઘટાડો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, CASએ આ પહેલ માટે WAC અને IOCLની ટીમની પ્રશંસા કરી, જેણે IAF ની ઓપરેશનલ સજ્જતા અને ક્ષમતામાં વધારો કર્યો છે.
આ પણ વાંચો – Bharat Bandh: શું છે ટ્રેડ યુનિયન જેને ભારત બંધનું એલાન કર્યુ છે અને તે શું કામ કરે છે?
આ પણ વાંચો – બેન્કોને પહેલીવાર મોદી સરકારમાં ડિફોલ્ટરોના પૈસા પાછા મળ્યાઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ