દેશમાં પહેલીવાર પૂરુષોની સામે મહિલાઓની સંખ્યા વધુ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સામે આવી વિગતો
1990 ના દાયકામાં, દર 1000 પુરુષોએ માત્ર 927 સ્ત્રીઓ હતી. 2015-16માં ચોથા સર્વેક્ષણમાં 1000 પુરૂષો સામે 991 મહિલાઓ હતી. પરંતુ હવે પહેલીવાર મહિલાઓનું પ્રમાણ પુરુષો કરતાં આગળ નીકળી ગયું છે.
નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે (NFHS) અનુસાર, દેશમાં હવે મહિલાઓની (Women) સંખ્યા પુરુષો કરતાં વધુ છે. તાજેતરના સર્વેક્ષણના ડેટા અનુસાર, ભારતમાં હવે દર 1000 પુરૂષો પર 1020 મહિલાઓ છે. સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રજનન દરમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ આંકડા જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે (NFHS) એક મોટા પાયે સર્વે છે, જેમાં દરેક પરિવારમાંથી સેમ્પલ લેવામાં આવે છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે હવે ભારતમાં મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યારે તે પહેલા સ્થિતિ કંઈક અલગ હતી. 1990 ના દાયકામાં, દર 1000 પુરુષોએ માત્ર 927 સ્ત્રીઓ હતી. વર્ષ 2005-06માં હાથ ધરાયેલા ત્રીજા NHFS સર્વેમાં, તે 1000-1000 ની બરાબર થઈ ગયું. આ પછી, 2015-16માં ચોથા સર્વેક્ષણમાં, આ આંકડા ફરીથી ઘટ્યા. 1000 પુરૂષોની સામે 991 સ્ત્રીઓ હતી. પરંતુ હવે પહેલીવાર મહિલાઓનું પ્રમાણ પુરુષો કરતાં આગળ નીકળી ગયું છે.
બેંક એકાઉન્ટ ધરાવનારી મહિલાઓની સંખ્યા 25 ટકા વધી સર્વે અનુસાર 78.6 % મહિલાઓ તેમના બેંક ખાતાનું સંચાલન જાતે કરે છે. 2015-16માં આ આંકડો માત્ર 53 % હતો. જ્યારે, 43.3 % મહિલાઓના નામે કેટલીક સંપત્તિ છે, જ્યારે 2015-16માં આ આંકડો માત્ર 38.4 % હતો. માસિક સ્રાવ દરમિયાન સલામત સ્વચ્છતાના પગલાં અપનાવતી મહિલાઓની ટકાવારી 57.6 % થી વધીને 77.3 % થઈ ગઈ છે. જો કે, બાળકો અને મહિલાઓમાં એનિમિયા એક મોટી ચિંતા તરીકે ઉભરી આવ્યું છે. 15 થી 49 વર્ષની વયના 67.1 % બાળકો અને 57 % સ્ત્રીઓ એનિમિયાથી પીડિત છે.
30 % વસ્તી પાસે પોતાનું આધુનિક શૌચાલય નથી 2015-16માં પોતાના આધુનિક શૌચાલય ધરાવતા પરિવારો 48.5 % હતા. 2019-21માં આ સંખ્યા વધીને 70.2 % થઈ ગઈ છે. પરંતુ હજુ પણ 30 % વસ્તી આ સુવિધાથી વંચિત છે. દેશના 96.8 % ઘરોમાં વીજળી પહોંચી ગઈ છે. જ્યારે 2005-06માં હાથ ધરાયેલ NFHS-3 મુજબ, ગુણોત્તર સમાન હતો. એટલે કે 1000 સામે 1000. 2015-16માં NFHS-4માં તે ઘટીને 1000 સામે 991 થઈ ગયો. આ પ્રથમ વખત છે, કોઈપણ NFHS અથવા વસ્તી ગણતરીમાં, લિંગ ગુણોત્તર સ્ત્રીઓની તરફેણમાં છે.
ડેટા સ્કેલ દેશમાં પ્રથમ વખત પ્રજનન દર ઘટીને 2 પર આવ્યો છે. 2015-16માં પ્રજનન દર 2.2 હતો. ખાસ વાત એ છે કે 2.1ના પ્રજનન દરને રિપ્લેસમેન્ટ માર્ક માનવામાં આવે છે. એટલે કે, વસ્તીની વૃદ્ધિ 2.1 ના પ્રજનન દરે સતત રહે છે. આની નીચેનો પ્રજનન દર વસ્તી વૃદ્ધિ દર ધીમો થવાનો સંકેત દર્શાવે છે.
વર્ષ 2019-20 દરમિયાન હાથ ધરાયેલા સર્વેનો ડેટા NFHS-5માં એકત્રિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન લગભગ 6.1 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. NFHS-5 માં આ વખતે કેટલાક નવા વિષયો જેવા કે પ્રી-સ્કૂલિંગ, વિકલાંગતા, શૌચાલયની સુવિધા, મૃત્યુ નોંધણી, માસિક સ્રાવ દરમિયાન સ્નાન કરવાની પદ્ધતિઓ અને ગર્ભપાતની પદ્ધતિઓ અને કારણોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-1) વર્ષ 1992-93માં હાથ ધરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ
TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: આ Zomato અને Swiggy વાળા આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને, ત્યાંથી ટીફીન લાવી આપે કે ન’ઇ..??
આ પણ વાંચોઃ