AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digvijaya Singh: કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR, RSSની છબી ખરાબ કરવાના લાગ્યા આરોપ

કોંગ્રેસ નેતા પર આરોપ છે કે તેમણે શનિવારે રાષ્ટ્રીય સ્વંયમસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદિત ટ્વિટ કરી હતી અને આરએસએસની છબી ખરાબ કરવાના હેતુથી સંઘના બીજા નેતા માધવ સદાશિવ રાવ ગોલવલકરની તસવીર સાથે વિવાદાસ્પદ ટ્ટિપણીની પોસ્ટ્સ વાયરલ કરી હતી.

Digvijaya Singh: કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR, RSSની છબી ખરાબ કરવાના લાગ્યા આરોપ
FIR registered against Congress leader Digvijaya Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 11:38 AM
Share

Digvijaya Singh: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ નફરતા ફેલાવાના આરોપમાં FIR નોંધાઈ છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની છબી ખરાબ કરનો દિગ્વિજય સિંહ પર આરોપ લાગ્યો છે અને તેને લઈને તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

દિગ્વિજય સિંહ પર નોંધાયો કેસ

મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા પર આરોપ છે કે તેમણે શનિવારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદિત ટ્વિટ કરી હતી અને આરએસએસની છબી ખરાબ કરવાના હેતુથી સંઘના બીજા નેતા માધવ સદાશિવ રાવ ગોલવલકરની તસવીર સાથે વિવાદાસ્પદ ટ્ટિપણીની પોસ્ટ્સ વાયરલ કરી હતી. ત્યારે આ મામલે તેમની વિરુદ્ધ ઈન્દોરના તુકોગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 153A, 469, 500, 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

RSS સંઘની ઈમેજ ખરાબ કરવાનો આરોપ

મળતી માહિતી મુજબ શનિવારે એક ટ્વિટમાં દિગ્વિજય સિંહે લોકોને ગોલવલકરની વિચારધારા જાણવાની અપીલ કરી હતી. આ માટે તેમણે એક કટિંગ પણ શેર કર્યુ હતુ. જેમાં ઉપર લખવામાં આવ્યું છે કે, “ગુરુ ગોલવલકર જીના દલિતો, પછાત અને મુસ્લિમો અને રાષ્ટ્રીય જળ, જંગલ અને જમીન પર લોકો માટે શું વિચારો હતા ” આ સાથે તેમાં એક તસવીર શેર કરવામાં આવી છે અને તેના પર વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યું છે. આ તસવીર ગોલવલકરના પુસ્તક ‘વી એન્ડ અવર નેશનહુડ આઈડેન્ટિફાઈડ’માંથી લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જેમાં ગોવાલકર દ્વારા કથિત રીતે બોલવામાં આવેલી લાઈનો લખવામાં આવી છે. કટિંગમાં, ગોવાલકરને કથિત રીતે અંગ્રેજોની ગુલામી માટે તૈયાર હોવાનું અને દલિતો-પછાત અને મુસ્લિમોને આપવામાં આવેલા અધિકારોનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ઈન્દોરમાં નોંધાઈ FIR

ત્યારે આ મામલે દિગ્વિજય સિંહ વિરુદ્ધ ઈન્દોરમાં રહેતા વકીલ અને સંઘ કાર્યકર્તા રાજેશ જોશીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. જોશીએ પોતાની ફરિયાદમાં દિગ્વિજય સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરને વિવાદાસ્પદ ગણાવ્યું હતું. પોસ્ટરને હિંદુ-મુસ્લિમો અને દલિતો વચ્ચે ઉશ્કેરણી ગણાવીને તે ગોલવલકરનું અપમાન કરતી ટ્વિટ હોવાનું જણાવ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">