લખનઉ એરપોર્ટ પર કેમ ધરણાં પર બેઠા પીએમ મોદીના ભાઈ Prahlad Modi?

લખનઉ એરપોર્ટ પર કેમ ધરણાં પર બેઠા પીએમ મોદીના ભાઈ Prahlad Modi?

પીએમ મોદીના ભાઈ બુધવાર બપોરે લખનઉના એરપોર્ટ પર ધરણાં પર બેઠા હતા. Prahlad Modiનું કહેવું છે કે તેમના સહયોગીની પોલીસે ધરપકડ કરી છે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 03, 2021 | 9:45 PM

પીએમ મોદીના ભાઈ બુધવાર બપોરે લખનઉના એરપોર્ટ પર ધરણાં પર બેઠા હતા. Prahlad Modiનું કહેવું છે કે તેમના સહયોગીની પોલીસે ધરપકડ કરી છે. તેમણે અન્ન અને જળ ત્યાગ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. દિલ્હીથી આવતી બે વાગ્યાની ફ્લાઈટથી પ્રહલાદ મોદી લખનઉ પહોંચ્યા હતા. તેમને સુલતાનપૂર અને જોનપૂરમાં યોગ સોશિયલ સોસાયટીની તરફથી સન્માનિત કરવામાં આવવાના હતા.

પોલીસ એક દિવસ પૂર્વે જ સોસાયટીના કાર્યક્રમને નકલી ગણાવીને તેના આયોજકની ધરપકડ કરી હતી. જેમાં Prahlad Modiના બે સન્માન કાર્યક્રમ રદ થઈ ગયા હતા. તેવા સમયે પ્રહલાદ મોદીએ જીદ પકડી હતી કે તેમના સમર્થકો અને આયોજકોને શરત વિના છોડી દેવામાં આવે.

પ્રહલાદ મોદીએ ક્હ્યું કે મને રિસીવ કરવા આવી રહેલા લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા છે. તેમની પર કેસ દાખલ કરવાની તજવીજ કરવામાં આવી રહી છે. મને લાગે છે કે મારા બાળકો જેલમાં રહે અને હું બહાર રહું. આ યોગ્ય નથી. તેમને મુક્ત કરો અથવા હું એરપોર્ટ પર અનશન પર બેસીશ.

આ પણ વાંચો: PM Modi પશ્ચિમ બંગાળમાં કરશે ઈતિહાસની સૌથી મોટી રેલી, આ છે ભાજપનો માસ્ટર પ્લાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati