જાણો કઇ વેબસાઇટ પર જાહેર થશે GATE 2021નાં એડમિટ કાર્ડ

જાણો કઇ વેબસાઇટ પર જાહેર થશે GATE 2021નાં એડમિટ કાર્ડ

IIT Bombay દ્વારા 8 જાન્યુઆરી 2021થી GATE 2021ના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. આઈઆઈટી બોમ્બેની વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

Niyati Trivedi

| Edited By: Pinak Shukla

Jan 08, 2021 | 4:19 PM

IIT Bombay  દ્વારા એન્જીનિયરીંગ ગ્રેજ્યુએટ એડમિશન ટેસ્ટના એડમિશન કાર્ડ શુક્રવાર 8 જાન્યુઆરી 2021 થી આપવામાં આવશે. જે કોઇ પણ વિધાર્થીઓએ GATE 2021ની પરીક્ષા માટે ફોર્મ ભર્યુ છે તે આઈઆઈટી બોમ્બેની વેબસાઇટ gate.iitb.ac.in  પર જઇ પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

તદુપરાંત https://gate.iitb.ac.in/ પર ક્લિક કરીને પણ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આઈઆઈટી બોમ્બે આ વર્ષે GATE 2021 ની પરીક્ષા આયોજિત કરશે. પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ પહેલેથી જ આપી દેવામાં આવ્યો છે જે ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉમેદવારોને કોઇપણ એડમિટ કાર્ડ માટે સૂચના મોકલવામાં નહિ આવે. કોઇપણ અપડેટ માટે વિધાર્થીઓએ વેબસાઇટ પર જઇને ચેક કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે પરીક્ષા તારીખ 6,7,13 અને 14 ફેબ્રુઆરીના રોજ કુલ 27 પેપર માટે આયોજિત કરવામાં આવશે. GATE 2021નું પરિણામ 22 માર્ચ 2021એ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે તે કોવિડ-19ની પરિસ્થિતીને જોઇ તારીખમાં  ફેરફાર થઇ શકે છે.

આ પણ વાંચો: Robert Vadraએ આપ્યા રાજકારણમાં પ્રવેશનાં સંકેત, કહ્યું કે ચૂંટણી હવે લડવી જ પડશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati