AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmer’s Protest: ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાના નિર્ણય પર ગુરુવારે સંયુક્ત મોરચાની મળશે બેઠક, સરકારના નવા પ્રસ્તાવ પર બને છે સંમતિ

SKM કોર કમિટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ચધુનીએ કહ્યું, “અમે અમારી માંગણીઓ પર સરકાર સાથે સંમત છીએ.

Farmer's Protest: ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાના નિર્ણય પર ગુરુવારે સંયુક્ત મોરચાની મળશે બેઠક, સરકારના નવા પ્રસ્તાવ પર બને છે સંમતિ
ખેડૂત આંદોલન ફાઇલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:48 PM
Share

Farmer’s Protest:સંયુક્ત કિસાન મોરચા (Sanyukt Kisan Morcha) એ બુધવારે જણાવ્યું હતું કે તેમની પડતર માંગણીઓ પર કેન્દ્રના દરખાસ્તના તાજેતરના મુસ્સદ્દા પર સર્વસંમતિ સધાઈ છે અને આંદોલન માટેની ભાવિ વ્યૂહરચના નક્કી કરવા ગુરુવારે એક બેઠક યોજાવાની છે. જો કે, સંયુક્ત કિસાન મોરચા (SKM) નેતાઓ સરકાર પાસેથી ‘લેટરહેડ’ પર ઔપચારિક સંવાદની માંગ કરી રહ્યા છે. ખેડૂત નેતા અને SKM કોર કમિટીના સભ્ય ગુરનામ સિંહ ચદુની (Gurnam Singh Chaduni) એ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા પડતર માંગણીઓ અંગે અગાઉ મળેલી દરખાસ્તનો ડ્રાફ્ટ સ્વીકાર્ય નથી, ત્યારબાદ કેન્દ્રએ બુધવારે દરખાસ્તનો નવો ડ્રાફ્ટ મોકલ્યો છે.

SKM કોર કમિટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ચધુનીએ કહ્યું, “અમે અમારી માંગણીઓ પર સરકાર સાથે સંમત છીએ. આવતીકાલની બેઠક બાદ અમે આંદોલન સ્થગિત કરવા અંગે નિર્ણય લઈશું. આંદોલન પાછું ખેંચવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. SKM આવતીકાલે (ગુરુવારે) બપોરે 12 વાગ્યે બીજી બેઠક કરશે.

ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા SKMએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ખેડૂતોની માંગણીઓને લઈને કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ પર સર્વસંમતિ સધાઈ છે. SKM એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સરકારના નવીનતમ પ્રસ્તાવ પર સર્વસંમતિ સધાઈ છે. હવે સરકારના લેટરહેડ પર ઔપચારિક સંચારની રાહ જોવાઈ રહી છે. SKM આવતીકાલે બપોરે 12 વાગ્યે સિંઘુ બોર્ડર (Singhu Border) પર ફરી મળશે, ત્યાર બાદ મોરચો વધારવા અંગે ઔપચારિક નિર્ણય લેવામાં આવશે.

એસકેએમએ પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી SKM એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે આંદોલનને સમાપ્ત કરવાના સરકારના પ્રસ્તાવનો પ્રતિસાદ આપ્યો છે, અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે. જેમાં ખેડૂતો સામે નોંધાયેલા ‘બનાવટી’ કેસ પાછા ખેંચવા માટેની પૂર્વ શરત પર પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. SKM, જે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યું છે, તેણે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસર ગેરંટી, ત્રણ કૃષિ કાયદાઓ સામે આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર, કેસ પાછા ખેંચવા માટેની પડતર માંગણીઓ પર સરકાર સાથે વાતચીત કરી છે. આ માટે શનિવારે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં વધુ 10 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા, રાજ્યમાં 20 અને દેશમાં થયા 33 કેસ

આ પણ વાંચો: ફિચર ફોન પર UPI કેવી રીતે કામ કરશે, RBI ગવર્નરે આપ્યો જવાબ, જાણો તેની સાથે જોડાયેલી તમામ બાબતો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">