ખેડૂત ધરણા-પ્રદર્શનમાં ભાગ લેવા ગયેલા કોંગ્રેસના નેતાને, ખેડૂતોએ કહ્યુ અહીંયાથી ભાગો

|

Sep 27, 2021 | 3:44 PM

ખેડૂતોએ ચાલ્યા જવાનું કહેતા, અનિલ ચૌધરીએ કહ્યું કે તેઓ તેમની સ્થિતિ સમજી શકે છે. આ ખેડૂતોનો મુદ્દો છે, કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. જો ખેડૂતો અમને જવા કહેશે તો અમે પાછા જઈશું.

ખેડૂત ધરણા-પ્રદર્શનમાં ભાગ લેવા ગયેલા કોંગ્રેસના નેતાને, ખેડૂતોએ કહ્યુ અહીંયાથી ભાગો
Congress leader and DPCC president Anil Chaudhary

Follow us on

ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના (Agricultural bills) વિરોધમાં અપાયેલા ભારત બંધના ( Bharat bandh ) એલાનનું સમર્થન કરી રહેલા કોંગ્રેસના એક દિગ્ગજ નેતાને દિલ્હીની ગાઝીપુર સરહદે સોમવારે, ‘અપમાનિત’ કરવામાં આવ્યા હતા. ભારત બંધના સમર્થનમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનિલ ચૌધરી સોમવારે બપોરે ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા હતા. આ દરમિયાન તે પ્રદર્શન સ્થળે સ્ટેજની સામે બેઠા હતો. થોડા સમય પછી, ત્યાં આંદોલનકારી ખેડૂતોએ દિલ્હી કોંગ્રેસના વડા અનિલ ચૌધરીને તેમનું સ્થળ છોડીને ચાલ્યા જવા કહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનોએ (Samyukta Kisan Morcha) સોમવારે ત્રણ કૃષિ કાયદાને લઈને ભારત બંધનું એલાન આપ્યું છે, જેને કોંગ્રેસ સમર્થન આપી રહી છે.

ખેડૂતોએ ચાલ્યા જવાનું કહેતા, અનિલ ચૌધરીએ કહ્યું કે તેઓ તેમની સ્થિતિ સમજી શકે છે. આ ખેડૂતોનો મુદ્દો છે, કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. જો ખેડૂતો અમને જવા કહેશે તો અમે પાછા જઈશું. અમે અહીં ખેડૂતો માટે આવ્યા છીએ, અમારો કોઈ રાજકીય એજન્ડા નથી. ગાઝીપુર ખાતે હાજર ખેડૂતોએ અનિલ ચૌધરીને કહ્યું કે શું તમે અમારા આંદોલનને કોંગ્રેસનું આંદોલન બનાવવા માંગો છો ?

નોંધપાત્ર બાબત એ છે કે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનકારીઓ દ્વારા સોમવારે ભારત બંધને દિલ્હી કોંગ્રેસે ટેકો આપ્યો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું છે કે, કેન્દ્રની મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગણી સાથે લગભગ 300 દિવસથી દિલ્હી સરહદ પર ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે. પરંતુ મોદી સરકારે ખેડૂતો સાથે આ બાબતે ચર્ચા કરવાની તસ્દી લીધી નથી કે તેમની દુર્દશા પર દયા ખાધી નથી.

અનિલ ચૌધરીએ કહ્યું કે અમે ખેડૂતોના અધિકારોમાં માનીએ છીએ અને કૃષિ કાયદાઓ સામેની તેમની લડાઈમાં તેમની સાથે ઉભા રહીશું. તેમણે કહ્યું કે તેઓ પોતે ગાજીપુર બોર્ડર પર પ્રદર્શનકારીઓના સમર્થનમાં શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સાથે જોડાશે. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને વધુમાં વધુ સંખ્યામાં દિલ્હીની અન્ય સરહદો સુધી પહોંચવાની અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ વેજ અને નોન-વેજના લાલ-લીલા નિશાન સાથે ફૂડ પેકેટ પર જોવા મળશે એક નવો સિંબોલ ! જાણો તે ક્યા પ્રકારના ફૂડ માટે હશે ?

આ પણ વાંચોઃ 400 અબજની માલિક મેલાનીયાએ જણાવ્યુ તેની સફળતાનું રહસ્ય, કહ્યુ “નિષ્ફળતા વચ્ચે પણ સતત પ્રયત્નો કરવા જરૂરી”

Next Article