AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive: ‘મુકેશ અંબાણીના દબાણમાં મનમોહન સરકારે ઓછા ના કર્યા ગેસના ભાવ’

યૂપીએ કાર્યકાળમાં ગેસની કિંમતો નક્કી કરવાના મામલે કથિત રીતે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 'ફેવર' કર્યુ છે. આ સનસનીખેજ દાવા પર ટીવી9એ કે.એમ.ચંદ્રશેખર સાથે ખાસ વાતચીત કરી.

Exclusive: 'મુકેશ અંબાણીના દબાણમાં મનમોહન સરકારે ઓછા ના કર્યા ગેસના ભાવ'
Manmohan Singh and Mukesh AmbaniImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 9:45 PM
Share

દેશના રાજકારણમાં વધુ એક ‘પુસ્તકે’ ઘટસ્ફોટ કર્યો છે. હાલમાં એક પુસ્તકે રાજકારણ હચમચાવી દીધું છે. મનમોહન સિંહ સરકારમાં કેબિનેટ સચિવ રહેલા કે.એમ. ચંદ્રશેખરની પુસ્તક ‘એજ ગુડ એજ માય વર્ડ:એ મેમોયર’માં ઘણા વિસ્ફોટક ખુલાસા કર્યા છે. તેમને લખ્યું છે કે યૂપીએ કાર્યકાળમાં ગેસની કિંમતો નક્કી કરવાના મામલે કથિત રીતે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ‘ફેવર’ કર્યુ છે. આ સનસનીખેજ દાવા પર ટીવી9એ કે.એમ.ચંદ્રશેખર સાથે ખાસ વાતચીત કરી.

પ્રશ્ન: તમે તમારી પુસ્તકમાં લખ્યું છે કે ગેસના ભાવ ઓછા થઈ શકતા હતા. ઓછા ભાવમાં સરકાર ગેસ ખરીદી શકતી હતી પણ કોર્પોરેટ હાઉસનું દબાણ હતું. તેની ભલામણના આધાર પર સમર્થન આપવામાં આવ્યું. ત્યારબાદ ગેસના ભાવ વધી ગયા અને વધતા ભાવે સરકારે ગેસ ખરીદ્યો?

જવાબ: હું તે સમયે કેબિનેટ સચિવ હતો. ત્યારે જ આ બધુ શરૂ થઈ ગયું હતું. મને કહેવામાં આવ્યું કે રિપોર્ટ બનાવો અને મેં તેને વાંચ્યો. જોયું કે કોર્પોરેટ હાઉસે 2.5 ડોલરમાં ટેન્ડર લઈ લીધું હતું, તેમને એક કરાર પણ કર્યો હતો પણ એક નવું ફોર્મ્યુલા આવી ગયું. ચાર ડોલરથી વધુ અને મેં કહ્યું કે આવું ન કરવું જોઈએ.

તે કઈ ડીલ હતી?

પ્રશ્ન: સર કઈ ડીલ હતી તે? જેના વિશે તમે પુસ્તકમાં લખ્યું? કયુ કોર્પોરેટ હાઉસ હતું, જેને ગેસ ડીલમાં UPA સરકારને પ્રભાવિત કરી?

જવાબ: એ જ તો મેં પુસ્તકમાં જણાવ્યું. મુકેશ અંબાણીની ડીલ હતી.

હવે ખુલાસા કેમ?

ત્યારે હવે પ્રશ્ન એ છે કે આટલા વર્ષો બાદ આ ખુલાસાની કેમ જરૂર પડી, જ્યારે તે સમયે ખુદ કે.એમ.ચંદ્રશેખર કેબિનેટ સચિવ હતા.

પ્રશ્ન: તમે જે પુસ્તક લખ્યું, તે પુસ્તકમાં ઘણા વિવાદિત મુદ્દા છે, તમને પુસ્તક લખતા સમયે સંકોચ ના થયો? કારણ કે તમે તે સમયે કેબિનેટ સચિવ હતા અને તમામ પાસાઓ તમારી સામે હતા.

જવાબ: જે પણ મેં લખ્યું છે તે ન્યૂટ્રલ થઈને લખ્યું, બંને સરકાર વિશે મેં લખ્યું છે. તેમાં જાણી જોઈને વિવાદને જન્મ આપ્યો નથી, જે થયું મેં માત્ર તે લખ્યું છે. એટલે નથી લખ્યું કે વિવાદ ઉભો થાય, જે થયું છે તે સાચુ જ બોલવું પડશે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">