
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પોતાના સભ્યોની સુવિધા માટે સત્તાવાર વોટ્સએપ ચેનલની શરૂઆત કરવામાં આવી છે. આ નવી પહેલની સંપૂર્ણ વિગતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ મારફતે શેર કરવામાં આવી છે. આ સુવિધા શરૂ થવાથી સભ્યો માત્ર પીએફ ખાતાનું બેલેન્સ જ નહીં, પરંતુ તમામ જરૂરી અપડેટ્સ પણ સરળતાથી મેળવી શકશે. સંગઠનના સભ્ય કર્મચારીઓ અને પેન્શનર્સ EPFO સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ સેવાઓ અને આગામી તમામ અપડેટ્સ આ વોટ્સએપ ચેનલ દ્વારા મેળવી શકશે.
EPFO પોતાના સભ્યો સુધી પહોંચ વધારવા અને તેમને સેવાઓનો સરળ ઉપયોગ પૂરો પાડવા માટે સતત નવાં પગલાં લઈ રહ્યું છે. આ શ્રેણીમાં વોટ્સએપ મેસેજિંગ પ્લેટફોર્મ થકી આ નવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. EPFOએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે સભ્યોને આ ચેનલ સાથે જોડાવા અપીલ કરી છે.
EPFO now on WhatsApp too!
Join EPFO’s official WhatsApp Channel to get important updates and useful information. Click on the link to join. https://t.co/k2KmISipxw #EPFO #EPFOWithYou #HumHainNa #EPFOWhatsAppChannel https://t.co/mgLueBG1GD
— EPFO (@officialepfo) September 13, 2026
સંગઠને એક QR કોડ પણ શેર કર્યો છે, જેને સ્કેન કરીને સભ્યો સીધા જોડાઈ શકે છે. આ ઉપરાંત સભ્યો સત્તાવાર લિંક (https://whatsapp.com/channel/0029Vb6kmH48Pgs8ftd6Kw3Y) મારફતે પણ EPFOની અધિકૃત વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકે છે.
વોટ્સએપ પર સભ્યો પોતાના EPF એકાઉન્ટ સાથે સંકળાયેલા એક-એક અપડેટ્સ મેળવી શકશે. આ માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે જોડાયેલી ચેનલ મારફતે તમામ સેવાઓની વિગતો ઉપલબ્ધ થશે.
EPFO સભ્યો માટે પીએફ ઉપાડ અને ખાતા સાથે જોડાયેલી સેવાઓ વધુ સરળ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ UPI મારફતે PF ઉપાડવા અંગે મોટી જાહેરાત કરી હતી. એટલે કે ભવિષ્યમાં UPI દ્વારા પીએફ ખાતામાં જમા રકમને સીધી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની સુવિધા મળશે. આ સર્વિસનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ સભ્યો UPI પેમેન્ટ ગેટવે મારફતે EPF નાણાં ઉપાડી શકશે.
Published On - 6:44 pm, Mon, 14 September 26