Engineers Day 2021 : ટેકનોલોજીના વિકાસનો દિવસ છે, આ દિવસનો ઇતિહાસ અને મહત્વ જાણો
દર વર્ષની જેમ, આજે (15 સપ્ટેમ્બર) એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15 સપ્ટેમ્બર એટલે કે, એન્જિનિયર દિવસ તે લોકોને સમર્પિત છે, જેમણે ટેકનોલોજી દ્વારા વિકાસને વધુ વેગ આપ્યો છે.
Engineers Day 2021 :ભારતમાં દર વર્ષની જેમ આજે (15 સપ્ટેમ્બર) એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજનો દિવસ પણ ખાસ છે કારણ કે, આજે મહાન અને ભારત રત્ન એમ વિશ્વેશ્વરાય (M. Visvesvaraya)નો જન્મદિવસ છે,
જે ભારતના મહાન એન્જિનિયરોમાંથી એક હતા. તેમણે આધુનિક ભારત બનાવીને દેશને એક નવું રુપ આપ્યું છે, જેને ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે. આ દિવસ દેશના એન્જિનિયરોને આદર આપવા અને તેમના કામની પ્રશંસા કરવા માટે ઉજવવામાં આવે છે.
15 સપ્ટેમ્બર એટલે કે, એન્જિનિયર દિવસ (Engineers Day )તે લોકોને સમર્પિત છે, જેમણે ટેકનોલોજી દ્વારા વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. દેશની ઘણી નદીઓના બંધ અને પુલને સફળ અને મજબૂત બનાવવા પાછળ સર એમ વિશ્વેશ્વરાયનો (M. Visvesvaraya)મોટો હાથ છે. તેમણે દેશમાં વધતી જતી પાણીની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ચાલો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી ખાસ માહિતી.
એન્જિનિયર દિવસનો ઇતિહાસ(History Of Engineer’s Day)
જણાવી દઈએ કે, વર્ષ 1968 માં, ડો.એમ.વિશ્વેશ્વરાયની જન્મ તારીખને ભારત સરકાર દ્વારા ‘એન્જિનિયર ડે’ એટલે કે એન્જિનિયર્સ દિવસ તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 15 સપ્ટેમ્બરે, એન્જિનિયર્સ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વેશ્વર્યા (M. Visvesvaraya)નો જન્મ 15 સપ્ટેમ્બર 1860 ના રોજ મૈસુર (કર્ણાટક) ના કોલાર જિલ્લામાં થયો હતો.
વિશ્વસ્વરાયને 1955માં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ કૃષ્ણ રાજા સાગર ડેમ પ્રોજેક્ટ (Krishna Raja Sagar Dam Project)ના મુખ્ય ઇજનેર પણ હતા.
દેશના વિકાસમાં ડો.વિશ્વેશ્વરાયનું યોગદાન
તમને જણાવી દઈએ કે, ડો. વિસ્વેશ્વરાયે (M. Visvesvaraya)એક એન્જિનિયર તરીકે દેશમાં ઘણા ડેમ બનાવ્યા છે. આ પૈકી, મૈસુરમાં કૃષ્ણરાજા સાગર ડેમ, ગ્વાલિયરમાં ટાઇગ્રા ડેમ અને પુણેના ખડકવાસલા જળાશયમાં ડેમ ખૂબ જ ખાસ છે.
આ સિવાય હૈદરાબાદ સિટી બનાવવાનો શ્રેય પણ ડો. વિશ્વેશ્વરાયને જાય છે. તેમણે દેશના વિકાસ માટે આવા અનેક કાર્યો કર્યા છે, જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમણે પૂર રક્ષણ વ્યવસ્થા વિકસાવી. આ સાથે વિશાખાપટ્ટનમ બંદરને દરિયાઈ ધોવાણથી બચાવવા માટે ખાસ યોજના બનાવવામાં આવી હતી.
આ દેશોમાં એન્જિનિયર્સ ડે પણ ઉજવવામાં આવે છે
- ઇટાલી – 15 જૂન.
- તુર્કી – 5 ડિસેમ્બર.
- આર્જેન્ટિના – 16 જૂન.
- બાંગ્લાદેશ – 7 મે.
- ઈરાન – 24 ફેબ્રુઆરી.
- બેલ્જિયમ – 20 માર્ચ.
- રોમાનિયા – 14 સપ્ટેમ્બર.
આ પણ વાંચો : IPL 2021: ધોનીની ટીમને પ્રથમ મેચને લઇ જ સામે આવ્યુ સંકટ, ફાફ ડુ પ્લેસિસ નહી રમી શકે, ઓપનીંગ માટે મોટો સવાલ