શું છે ‘નો ડિટેશન્શન પોલિસી’? કેન્દ્ર સરકારે કેમ તેને હટાવવાનો લીધો નિર્ણય? આ પોલિસી બંધ થવાથી શિક્ષણ પર શું થશે અસર- વાંચો

|

Dec 23, 2024 | 7:27 PM

કેન્દ્ર સરકારે હવે નો ડિટેન્શન પોલિસીને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. શું આ નીતિ દૂર થયા પછી શાળાકીય શિક્ષણની સ્થિતિ વધુ સુધરશે? શું તેનાથી બાળકોને પરીક્ષામાં નાપાસ કરવાનું આસાન થશે? આનાથી શિક્ષણમાં શું ફેરફાર થશે. ચાલો નિષ્ણાંત પાસેથી જાણીએ કે આ નીતિ હટાવ્યા પછી શાળા શિક્ષણ પર શું અસર જોવા મળશે.

શું છે નો ડિટેશન્શન પોલિસી? કેન્દ્ર સરકારે કેમ તેને હટાવવાનો લીધો નિર્ણય? આ પોલિસી બંધ થવાથી શિક્ષણ પર શું થશે અસર- વાંચો

Follow us on

સરકારે એક મોટો નિર્ણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે  ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરીથી કસોટી આપવાની તક મળશે  પરંતુ જો તેઓ ફરીથી નિષ્ફળ જશે, તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં.

આ નીતિ વર્ષ 2010માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ લાગુ કરવામાં આવી હતી. આ પોલિસી લાગુ કરાયા બાદ માત્ર તેની પ્રશંસા જ નહીં પરંતુ આકરી ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જો ધોરણ 8 સુધીના બાળકોને બિનશરતી રીતે પ્રમોટ કરવામાં આવશે તો ઉચ્ચ શિક્ષણનું ધોરણ સ્તર ઘણુ નીચુ આવશે.

હાલ કેન્દ્ર સરકારે કે આ નીતિમાં મૂલ્યાંકનની પરંપરાગત પદ્ધતિને બદલે Continuous and Comprehensive Evaluation (CCE) (સતત અને વ્યાપક મૂલ્યાંકન)ની વાત કરવામાં આવી હતી. પરંતુ આ પોલિસી કદાચ બહુ સફળ ન રહી હોય તેવુ લાગી રહ્યુ હતુ. ઉદાહરણ તરીકે, ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓમાં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે નો ડિટેન્શન પોલિસીને હટાવ્યા બાદ પરીક્ષાના પરિણામોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામનું સ્તર ઘણુ નીચુ આવ્યુ હતુ. શૈક્ષણિક સત્ર 2023-24ના પરિણામો દર્શાવે છે કે 46622 વિદ્યાર્થીઓ એકલા ધોરણ 8માં નાપાસ થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-12-2024
Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

CBSE ગવર્નિંગ બોડીના સભ્ય અને શિક્ષણશાસ્ત્રી ડૉ. જ્યોતિ અરોડા જણાવે છે કે જ્યારે દિલ્હી સરકાર દ્વારા આ નીતિ બનાવવામાં આવી ત્યારે હું આ સમિતિનો એક ભાગ હતી. મારી દૃષ્ટિએ સરકારનો આ સુધારો ખૂબ જ આવકાર્ય છે. નો ડિટેન્શનને બાળકની નબળાઈના રૂપમાં ન જોવુ જોઈએ. તેના બદલે, તેને રચનાત્મક મૂલ્યાંકન અને ફિડબેકના અવસર તરીકે જોવું જોઈએ, જે બાળકને તેમની અદ્વીતિય ક્ષમતાઓને અનુરૂપ તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે.

હવે શિક્ષણનું સ્તર પહેલા કરતા સુધરશે ?

આ દરમિયાન દિલ્હી પેરેન્ટ્સ એસોસિએશનની પ્રેસિડેન્ટ અપરાજિતા ગૌતમ પણ આ નિર્ણયની પ્રશંસા કરે છે અને કહે છે કે જો ધરાતલથી જોવામા આવે તો આ એક આવકાર્ય નિર્ણય છે, તે કહે છે કે જો આપણે સરકારી શાળાઓની વાત કરીએ તો ત્યાંના વાલીઓ 8મા ધોરણ સુધી ગંભીર નહોતા. હવે શિક્ષણનું સ્તર ખરેખર સુધરશે. તેનાથી બાળકો ભણતર અને મૂલ્યાંકન પ્રત્યે ગંભીર બનશે. અગાઉ તેઓ વિચારતા હતા કે તેમનું બાળક પાસ તો થઈ જ જવાનું છે. જોકે, અપરાજિતાએ વધુ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે નો ડિટેન્શન પોલિસીને હટાવ્યા બાદ હવે શાળાઓએ તેમની જવાબદારી સમજવી એટલી જ મહત્વપૂર્ણ છે. એવું ન થવું જોઈએ કે જો બાળક યોગ્ય પરફોર્મ ન કરી રહ્યુ હોય તો તે તેને નાપાસ કરી દે. તેના બદલે, શાળાઓએ પહેલા ધોરણથી જ બાળકોની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી બાળક પાંચમા ધોરણમાં કે આઠમા ધોરણમાં નાપાસ થવાની નોબત જ ન આવે.

બાળકો અને વાલીઓની જવાબદારી વધશે

અલ્કોન ઈન્ટરનેશનલ સ્કૂલ મયુર વિહાર દિલ્હીના ભૂતપૂર્વ આચાર્ય અને શિક્ષણશાસ્ત્રી ડૉ. અશોક પાંડે જણાવે છે કે RTE 2009માં કોઈ નો ડિટેન્શન પોલિસીની જોગવાઈ હતી. ત્યારબાદ વર્ષ 2016-17 સુધીમાં બાળકો ભણતા ન હોવાની વાત પ્રકાશમાં આવવા લાગી. જ્યારે કેટલાક રાજ્યોએ જણાવ્યુ હતુ કે તેઓ નો ડિટેન્શન પોલિસીને દૂર કરવા માગે છે. પરંતુ કોઈ રાજ્ય ખૂલીને સામે આવવા તૈયાર ન થયુ. છેવટે, હવે સરકારે આ નીતિ નાબૂદ કરી છે, ત્યારે એવું માની લેવું જોઈએ નહીં કે માત્ર નો ડિટેન્શન પોલિસી દૂર કરવાથી શિક્ષણનું સ્તર સુધરશે.

આ નીતિના કારણે શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાના કોઈ પુરાવા નથી. તે સંપૂર્ણ રીતે સાચું નથી કે માત્ર કોઈ પોલિસીને લાવવાથી કે દૂર કરવાથી શુક્ષણનું સ્તર સુધરશે કે કથળશે. મને લાગે છે કે જ્યારે આ પોલિસી હતી ત્યારે જો બાળક 8મા ધોરણમાં નાપાસ થાય તો તેને ફરીથી પરીક્ષા આપીને અથવા બાળકને કોચિંગ આપીને પોતાને સુધારવાનો મોકો મળતો હતો. હવે તેને એ તક નહીં મળે. હવે મને ડર છે કે પાસ થવા કે નાપાસ થવાની સમગ્ર જવાબદારી બાળકો અને વાલીઓ પર ન આવી જાય. સ્કૂલોએ પણ તેના માટે જવાબદારી લેવી પડશે.

દિલ્હીમાં જોવા મળી હતી પોલિસી હટાવવાની અસર

ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓમાં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે નો ડિટેન્શન પોલિસી દૂર કરવામાં આવી હતી. આ પછી, માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ આંકડા માંગવામાં આવ્યા હતા જે ચોંકાવનારા હતા. આ આંકડાઓ અનુસાર, ધોરણ 9માં અભ્યાસ કરતા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 11માં અભ્યાસ કરતા 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયા હતા. દિલ્હીમાં 1,050 સરકારી શાળાઓ અને 37 ડૉ. બી.આર. આંબેડકર સ્કૂલ ઑફ સ્પેશિયલાઇઝ્ડ એક્સેલન્સ સ્કૂલ છે.

આ નીતિમાં શું હતું

નો ડિટેન્શન પોલિસી મુજબ, 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ હેઠળ કોઈપણ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને 8મા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વર્ગમાં ફરીથી ભણાવવામાં આવશે નહીં. (ટૂંકમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસ કરવામાં નહીં આવે) હવે આ પોલિસી દૂર કરીને, નાપાસ થયેલા બાળકોને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપીને તેમનું પ્રદર્શન સુધારવાની વધુ એક તક મળશે.

શિક્ષણ ને લગતા તેમજ દેશના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 7:13 pm, Mon, 23 December 24

Next Article