કાશ્મીરના કુલગામમાં સેનાનું ઓપરેશન, ખુંખાર આતંકીઓ સાથે અથડામણ

|

Jul 06, 2022 | 7:34 AM

સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ અનુસાર, જૂન 2022 સુધી સેનાએ 130 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. જ્યારે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન 20 નાગરિકો અને 19 સુરક્ષા દળોના જવાનો પણ શહીદ થયા છે.

કાશ્મીરના કુલગામમાં સેનાનું ઓપરેશન, ખુંખાર આતંકીઓ સાથે અથડામણ
Encounter in Kulgam (symbolic image)

Follow us on

Encounter in kashmir  જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) થયું છે. આ કાર્યવાહીમાં સેનાની સાથે પોલીસકર્મીઓ પણ ઉપસ્થિત છે. આ એન્કાઉન્ટર કુલગામના હડીગામ (Hadigam) વિસ્તારમાં થઈ રહ્યું છે. સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ જ્યા છુપાયા છે તે સમગ્ર વિસ્તારને સેના અને પોલીસે કોર્ડન કરી લીધો છે. વિશેષ ઈન્ટેલિજન્સ દ્વારા ઈનપુટ મળ્યા બાદ સેના અને પોલીસે આ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જ સેના અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ચારે તરફથી ઘેરાઈ ગયા હોવાનું જાણ્યા બાદ, આતંકીઓએ સૈન્ય અને પોલીસ ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો (encounter in kashmir). હાલમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર ચાલુ છે.

ટાર્ગેટ કિલિંગ બાદ અનેક આતંકીઓ ઠાર

આ વર્ષે આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગના વધતા જતા કિસ્સાઓ વચ્ચે સેના સતત આતંકવાદીઓનો સામનો કરી રહી છે. અને મોટી સંખ્યામાં આતંકી કમાન્ડરો અને આતંકવાદીઓ માર્યા ગયા છે. સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ અનુસાર, જૂન 2022 સુધી સેનાએ 130 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. જ્યારે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન 20 નાગરિકો અને 19 સુરક્ષા દળોના જવાનો પણ શહીદ થયા છે.

અગાઉ કુપવાડામાં કરાયુ હતુ એન્કાઉન્ટર

અગાઉ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયુ હતું. એન્કાઉન્ટકર દરમિયાન સુરક્ષા દળોએ શૌકત અહેમદ શેખ સહિત બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે એ સમયે જણાવ્યુ હતુ કે, આતંકવાદી શૌકત સહિત 2 વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. કુપવાડા એન્કાઉન્ટરમાં કુલ ચાર આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

 

 

Next Article