જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર, હિઝબુલનો કમાન્ડર નિસાર ખાંડે થયો ઠાર, સેનાને મળી આવી AK-47

જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) અનંતનાગમાં ચાલી રહેલી લશ્કર (Army)અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં હિજબુલનો એક આતંકવાદી ઠાર કરવામાં આવ્યો હતો. જે હિજબુલનો કમાન્ડર એચ.એમ નિસાર ખાંડે હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર, હિઝબુલનો કમાન્ડર નિસાર ખાંડે થયો ઠાર, સેનાને મળી આવી AK-47
Enconter in Anantnag
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Jun 04, 2022 | 11:44 AM

Anantnag Encounter: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલી અથડામણમાં સેનાએ (Army)હિઝબુલના એક આતંકવાદીને (Terrorist) ઠાર કર્યો છે. શુક્રવાર રાતથી ચાલી રહેલી અથડામણમાં લશ્કરના ત્રણ જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે અને સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તો શોપિયામાં પણ આતંકવાદીઓએ પ્રવાસી મજૂરો પર ગ્રેનેડ ફેંકયા હતા.

નિસાર ખાંડે પાસેથી AK-47 મળી આવી

સેનાએ કરેલી કામગીરીમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો આતંકવાદી કમાંડર એચએમ નિસાર ખાંડેનું મોત થયું છે. ખાંડે પાસેથી પોલીસને વાંધાજનક સામગ્રી, દારૂ ગોળો અને હથિયાર મળી આવ્યા હતા. તેમજ તેની પાસેથી એકે-47 પણ મળી આવી હતી તો ગત રોજ રાત્રે જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ ગ્રેન્ડ ફેંકયા હતા, જેના કારણે બે પ્રવાસી મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રવાસી મજૂરો થયા ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ ફરી એકવાર પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ પ્રવાસી શ્રમિકો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં બે પ્રવાસી શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. કાશ્મીરમાં પ્રવાસીઓને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને 26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ નોંધાઈ છે. શરૂઆતમાં એવી જાણકારી મળી હતી કે સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ બાદમાં પોલીસે સ્પષ્ટ કર્યું કે આ આતંકી હુમલો છે. બ્લાસ્ટ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આતંકીઓએ પ્રવાસીઓ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati