LPG ના વધતા ભાવ વચ્ચે વિજળીથી ઈ-કુકિંગ રસોઈ કરવી સસ્તી પડશે, મોંઘવારીના સમયમાં એક સારો વિકલ્પ

|

Oct 26, 2021 | 6:07 PM

આજના યુગમાં ઈલેક્ટ્રિક રસોઈ એ એક સસ્તો અને સારો વિકલ્પ છે કારણ કે જો કોઈ પરિવાર સંપૂર્ણ રીતે ઈ-કુકિંગ કરે તો એલપીજીના ખર્ચ કરતા સસ્તું ભોજન બનાવી શકાય છે. હાલમાં એલપીજીની કિંમત 900 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

LPG ના વધતા ભાવ વચ્ચે વિજળીથી ઈ-કુકિંગ રસોઈ કરવી સસ્તી પડશે, મોંઘવારીના સમયમાં એક સારો વિકલ્પ
LPG Price

Follow us on

ઘરેલું એલપીજી સિલિન્ડરના (LPG) ભાવમાં સતત વધારાએ રસોડાના બજેટને સંપૂર્ણપણે બગાડ્યું છે. તે સ્વાભાવિક પણ છે, જ્યારે પણ એલપીજીની કિંમતમાં વધારો થાય છે, બજેટમાં જ ગડબડ થવા લાગે છે. જેમ પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવ વધતાની સાથે જ શાકભાજી મોંઘા થઈ જાય છે. પરંતુ હવે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારાને કારણે ઈ-કુકિંગનો ઉપયોગ વધ્યો છે.

ઈ-કુકિંગ સાથે ખૂબ સસ્તી રસોઈ
ઈ-કુકિંગ એટલે ઈલેક્ટ્રિક ઉપકરણોની મદદથી ખોરાક રાંધવો કે રસોઈ બનાવવી. પરંતુ, CEEW (કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર) ના રિપોર્ટ અનુસાર, એલપીજીના ભાવમાં વધારાને કારણે ઈ-કુકિંગ તરફ લોકોનું વલણ વધ્યું છે. પરંતુ તેમનું મુખ્ય રસોઈ બળતણ હજુ પણ એલપીજી છે અને માત્ર 29 ટકા લોકો ઓછામાં ઓછા એક વખત ઈ-કુકિંગ કરે છે.

લોકો બેકઅપ તરીકે એલપીજી સાથે ઈ-કુકિંગ કરી રહ્યા છે. અલબત્ત, હવે ઇલેક્ટ્રિક રસોઈની કિંમત ગેસ રસોઈ કરતાં ઓછી છે. આ સ્થિતિમાં જો એલપીજીની કિંમત હજુ પણ વધે છે, તો વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક રસોઈ દ્વારા જ સસ્તી રસોઈને પ્રાથમિકતા આપશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બદલાતી જીવનશૈલી ઇ-કુકિંગ માટે પ્રેરણા આપશે
રિપોર્ટ અનુસાર દિલ્હીમાં દર 6માંથી એક ઘર ઈ-કુકિંગનો ઉપયોગ કરે છે. આ હેઠળ તેનો ઉપયોગ એલપીજી સાથે થઈ રહ્યો છે, સંપૂર્ણ રસોઈ માટે નહીં. તેમાં પણ ઈલેક્ટ્રિક ઓવન, ટોસ્ટર જેવા ઉપકરણોનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. શાલુ અગ્રવાલ, પ્રોગ્રામ લીડ, CEEW અનુસાર વધતી આવક અને બદલાતી જીવનશૈલી ઇલેક્ટ્રિક રસોઈ અપનાવવા માટે પ્રેરણા આપશે. આ સિવાય તેનો કેટલો ઉપયોગ થશે તેનો આધાર તેના પર થતા ખર્ચ પર નિર્ભર રહેશે.

ઇ-કુકિંગ સારો વિકલ્પ
આજના યુગમાં ઈલેક્ટ્રિક રસોઈ એ એક સસ્તો અને સારો વિકલ્પ છે કારણ કે જો કોઈ પરિવાર સંપૂર્ણ રીતે ઈ-કુકિંગ કરે તો એલપીજીના ખર્ચ કરતા સસ્તું ભોજન બનાવી શકાય છે. હાલમાં એલપીજીની કિંમત 900 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. તેથી જો બંનેની સરખામણી કરવામાં આવે, તો ઈ-કુકિંગ સસ્તુ રહે છે.

 

આ પણ વાંચો : મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક, રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો : Covaxin ને આગામી 24 કલાકમાં WHO તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે, વેક્સિનના ડેટાનું મૂલ્યાંકન કરવું આવશ્યક

Published On - 6:05 pm, Tue, 26 October 21

Next Article