AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલીગઢમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- નાના અને સીમાંત ખેડૂતોને તાકાત મળવી જોઈએ અને MSP ના ભાવમાં વધારો થવો જરૂરી

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નાના જમીન ધરાવતા ખેડૂતોને તાકાત આપવાનો કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) ના ભાવ ડોઢ ગણા થાય અને કિસાન ક્રેડિટ કાર્ડનું વિસ્તરણ થાય.

અલીગઢમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- નાના અને સીમાંત ખેડૂતોને તાકાત મળવી જોઈએ અને MSP ના ભાવમાં વધારો થવો જરૂરી
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 4:08 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અલીગઢમાં (Aligarh) મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્વતંત્રતા સેનાની, શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહની (Raja Mahendra singh State University) સ્મૃતિ અને સન્માનમાં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે. કુલ 92 એકરથી વધુ વિસ્તારમાં બનેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકાર નાના અને સીમાંત ખેડૂતોને વધુ તાકાત આપવાનો પ્રયાસ કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નાની જમીન ધરાવતા ખેડૂતોને તાકાત આપવાનો કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) ના ભાવ ડોઢ ગણા થાય અને કિસાન ક્રેડિટ કાર્ડનું વિસ્તરણ થાય. સાથે જ વીમા યોજનામાં પણ સુધારો થવો જોઈએ. 3 હજાર રૂપિયાના પેન્શનની જોગવાઈ વગેરે જેવા ઘણા નિર્ણયો નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવે છે.

ચૌધરી ચરણસિંહને યાદ કર્યા

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા ચૌધરી ચરણ સિંહને યાદ કર્યા અને નાના અને સીમાંત ખેડૂતો માટે તેમણે કરેલા કામની માહિતી આપી. તેમણે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે દેશના ખેડૂતોને દાયકાઓ પહેલા ચૌધરી ચરણસિંહે બતાવેલી રાહથી કેટલો ફાયદો થયો છે. દેશના જે નાના અને સીમાંત ખેડૂતોની ચિંતા ચૌધરી સાહેબને હતી તેમની સાથે સરકાર એક ભાગીદાર તરીકે ઉભી રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Chief Minister Yogi Aditya Nath) લોધામાં  રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ (Mahendra Pratap Singh) સ્ટેટ યુનિવર્સિટી અને સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર અલીગઢ નોડનો શિલાન્યાસ કર્યો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કોરોના મહામારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશમાં દરેકને કોરોનાની રસી કેવી રીતે આપવામાં આવે છે, તેના માટે તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયું છે. સાથે જ તેમણે કહ્યું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે રાજ્યની સાથે સાથે દેશને પણ પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો : YouTube પર વીડિયો જોઈ આ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં જુવાર, મકાઈ અને શેરડીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

g clip-path="url(#clip0_868_265)">