રાહુલ ગાંધીને મળી મોટી રાહત, ચૂંટણી પંચે વાયનાડ લોકસભા સીટ પેટાચૂંટણીની જાહેરાત પહેલા રાહુલને આપ્યો આટલો સમય
ચૂંટણી પંચે વાયનાડ લોકસભા બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી નથી. માનહાનિના કેસમાં 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી થશે નહીં. આજે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરતી વખતે, ચૂંટણી પંચે ચાર વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી, પરંતુ વાયનાડ બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી ન હતી. માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
આ પણ વાચો: રાહુલ પોતાને કોર્ટ અને સંસદથી પણ ઉપર માને છે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધી પર પ્રહાર !
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદ અમારી પાસે 6 મહિના માટે પેટાચૂંટણીની જાહેરાત કરવાનો સમય છે. હજી કોઈ ઉતાવળ નથી. તેમની પાસે અપીલ કરવા માટે 30 દિવસનો સમય છે.
We have six months’ time to hold a by-election after a seat falls vacant. The trial court has given 30 days time for judicial remedy. So, we will wait: CEC Rajiv Kumar on #RahulGandhi‘s #Wayanad parliamentary seat#TV9News pic.twitter.com/UnF0w4LhAO
— Tv9 Gujarati (@tv9gujarati) March 29, 2023
રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ભાષણ દરમિયાન ‘મોદી સરનેમ’ પર ટિપ્પણી કરી હતી. આ પછી, વર્ષ 2019 માં, ગુજરાતના સુરતમાં ભાજપના ધારાસભ્ય દ્વારા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવાર, 24 માર્ચે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા અને તેમને બે વર્ષની સજા ફટકારી છે.
સજા પર રોક લાગી, પણ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું
આ કેસમાં રાહુલ ગાંધીને તરત જ જામીન મળી ગયા હતા અને કોર્ટે ચુકાદાને પડકારવા માટે તેમની સજાના અમલ પર 30 દિવસ માટે પ્રતિબંધ પણ મૂક્યો હતો, પરંતુ તેમને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. કોંગ્રેસ આ મામલે સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ શુક્રવારથી દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહી છે.
તમામ સીટોના પરિણામ પણ 13 મેના રોજ આવશે
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પંજાબની જલંધર લોકસભા સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની બે બેઠકો, ઓડિશા અને મેઘાલયની એક-એક બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તમામ સીટો પર 10 મેના રોજ જ મતદાન થશે. આ તમામ સીટોના પરિણામ પણ 13 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની સાથે જ આવશે.