AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનમાં અડધા કલાકમાં બે વાર ભૂકંપ, ભારતના મણિપુર અને બંગાળમાં પણ ધરતી ધ્રૂજી

મંગળવારે રાત્રે અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 126 કિલોમીટર પૂર્વમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4.4 નોંધવામાં આવી છે.

અફઘાનિસ્તાનમાં અડધા કલાકમાં બે વાર ભૂકંપ, ભારતના મણિપુર અને બંગાળમાં પણ ધરતી ધ્રૂજી
| Updated on: Jan 03, 2024 | 8:29 AM
Share

વિશ્વના વિવિધ દેશોમાં ભૂકંપની ઘટનાઓ જાણે આજકાલ વધતી જતી સામે આવી રહી છે. હજુ જાપાનમાં આવેસા ભૂકંપના વિનાસના આંકડા સતત વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ અફઘાનિસ્તાન અને નેપાળ સહિત ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં ધરતી ધ્રુજી હોવાની માહિતી સામે આવી છે.

અફઘાનિસ્તાનમાં અડધો કલાકમાં બે વાર ભૂકંપ

મંગળવારે રાત્રે અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 126 કિલોમીટર પૂર્વમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4.4 નોંધવામાં આવી છે. જો કે અફઘાનિસ્તાનમાં અડધા કલાક બાદ જ ફરી એકવાર ધરતીમાં હલચલ અનુભવાઈ હતી. ફરી આવેલો આ ભૂકંપ અફઘાનિસ્તાનથી 100 કિમી પૂર્વમાં આવ્યો હતો. ફરી આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 હતી.

ભારતમાં પણ ભૂકંપના આંચકા

ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 હતી. તો આ સાથે મણિપુરથી 26 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ઉખરુલમાં પણ ધરતીકંપ અનુભવાયો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આપેલી માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 હતી.

અફઘાનિસ્તાનમાં અગાઉ પણ આવ્યો હતો ભૂકંપ

અગાઉ નવેમ્બર 2023માં અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે ફરી એકવાર અહીં ધરા ધ્રૂજી છે.નેશનલ સિસ્મોલોજી સેન્ટરે માહિતી આપી છે કે ફૈઝાબાદથી 328 કિમી પૂર્વમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિમીની અંદર હતું.

ગત વર્ષે ઘણા ભૂકંપ આવ્યા હતા

નવેમ્બર 2023 પહેલા પણ ઘણી વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવી ચૂક્યો છે.હેરાતમાં ઓક્ટોબરમાં આવેલા ભૂકંપમાં 4000 થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં હજારો મકાનો ધરાશાયી થયા હતા. ધરતીકંપના શક્તિશાળી આંચકાએ હેરાત અને આસપાસના વિસ્તારોને હચમચાવી દીધા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી.

આ પણ વાંચો-ED ના સમન્સમાં બરાબરના ભરાયા કેજરીવાલ અને સોરેન, રાજકીય ગરમાગરમી વચ્ચે આગળ કયો રસ્તો ?

નેપાળમાં પણ ધરતી ધ્રૂજી

સોમવારે નેપાળમાં પણ જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર સિંધુપાલચોકના લિસ્ટિકોટમાં નોંધાયુ હતું. રવિવારે રાત્રે અહીં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 નોંધવામાં આવી હતી. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું.

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
g clip-path="url(#clip0_868_265)">