AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: દિલ્હી-NCR પછી નેપાળમાં આવ્યો ભૂકંપ, 5.2 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા એવા સમયે આવ્યા જ્યારે આ મહિને તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ છે.

Earthquake: દિલ્હી-NCR પછી નેપાળમાં આવ્યો ભૂકંપ, 5.2 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 3:49 PM
Share

દિલ્હી-NCRમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે આ વખતે ભૂકંપની તીવ્રતા ઓછી હતી. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. આ ભૂકંપ 1.30 વાગ્યે આવ્યો હતો.દિલ્હીમાં ભૂકંપના આંચકા આવ્યા બાદ નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે, આજે બપોરે લગભગ 1:45 વાગ્યે નેપાળના બાજુરામાં રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ ભૂકંપના આંચકા

આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 કિમી દૂર જમીનથી 10 કિમીની અંદર હતું.

તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકાએ તબાહી મચાવી

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા એવા સમયે આવ્યા જ્યારે આ મહિને તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ છે. તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશોમાં અત્યાર સુધીમાં 46000 થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીમાં જ ભૂકંપના કારણે 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ નાશ પામ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તુર્કી-સીરિયા બોર્ડર પર હતું. આવી સ્થિતિમાં સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકો હજુ પણ ગુમ છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, ન માત્ર કચ્છ પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના ઝટકા જોવા મળી રહ્યા છે

આટલી વખત ધ્રૂજી ગુજરાતની ધરા !

  1. 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  2. 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  3. 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  4. 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  5. 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  6. 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  7. 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  8. 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  9. 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  10. 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  11. 14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
  12. 19 ફેબ્રુઆરીના રોજ અમરેલીના ખાંભામાં સમઢીયાળા ભાડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Follow Us
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">