આરોગ્ય કર્મચારીની કામગીરીને સલામ ! ભારે વરસાદને પગલે આ નર્સે મહિલાની હોડીમાં જ કરાવી ડિલેવરી, કલેકટરે પુરસ્કાર આપી કર્યુ સન્માન

|

Oct 22, 2021 | 4:18 PM

જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, નૌકાપુરવા ગામમાં પૂરને કારણે ગર્ભવતી મહિલાને સુલઝાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં હોડી દ્વારા લાવવાની ફરજ પડી હતી.

આરોગ્ય કર્મચારીની કામગીરીને સલામ ! ભારે વરસાદને પગલે આ નર્સે મહિલાની હોડીમાં જ કરાવી ડિલેવરી, કલેકટરે પુરસ્કાર આપી કર્યુ સન્માન
Born Baby (File Photo)

Follow us on

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં ભારે વરસાદને પગલે એક ગર્ભવતી મહિલાને હોડી દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે હોડીમાં જ તેણે દિકરીને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે પાણી ભરાઈ જવાના કારણે બહરાઈચ જિલ્લાના (Bahraich District) મોટાભાગના રસ્તાઓ બંધ થયા હતા. જેને કારણે આ ગર્ભવતી મહિલાને હોડી દ્વારા હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. જો કે હાલ, માતા અને બાળક બંને સ્વસ્થ છે.

આરોગ્ય કર્મચારી સત્યવતીને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા

જિલ્લા મેજિસ્ટ્રેટ દિનેશચંદ્ર સિંહે પ્રસૂતિ કરાવનાર આરોગ્ય કર્મચારી (Health Worker) સત્યવતીને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સિંહે જણાવ્યું હતું કે, બહરાઈચમાં વધુ વરસાદને કારણે જિલ્લાની નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જિલ્લા મેજિસ્ટ્રેટ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મુખ્યાલયથી 100 કિમી દૂર સ્થિત નેપાળ સરહદ સુજૌલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. તે સમયે એક મહિલા આરોગ્ય કાર્યકર (ANM) અને આ મહિલા નવજાત બાળકી સાથે હોસ્પિટલ પહોંચી હતી.

સગર્ભાને હોડી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવાની ફરજ પડી

જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, નૌકાપુરવા ગામમાં પૂરને કારણે ગર્ભવતી મહિલાને સુલઝાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Primary Health Center) માં હોડી દ્વારા લાવવામાં આવી રહી હતી. આ હોડીમાં આરોગ્ય કાર્યકર સત્યવતી પણ સવાર હતા. આ દરમિયાન, સગર્ભા સ્ત્રીને પ્રસવ પીડા થવાનું શરૂ થયું. સિંઘના જણાવ્યા અનુસાર, વિપરીત પરિસ્થિતિમાં એએનએમ સત્યવતીએ બેનર સાથે બોટ પર પડદા ગોઠવીને સુરક્ષા કોર્ડન બનાવ્યો હતો. આ આરોગ્ય કાર્યકર સત્યવતીએ મહિલાનો જીવ બચાવ્યો એટલું જ નહીં, પણ તેને હોડીમાં સુરક્ષિત ડિલિવરી પણ કરાવી.

 

આ પણ વાંચો: “જો ડ્રગ્સ હટાવવા માટે મને જેલમાં નાખવામાં આવે તો તેમનુ સ્વાગત છે”, નવાબ મલિકના આરોપ પર સમીર વાનખેડેનો વાર

આ પણ વાંચો: હવાઇ મુસાફરી થશે મોંઘી : જાણો હાઇ ફ્રિક્વન્સી ફ્લાઇટ રૂટ પરના ભાડામાં કેટલો વધારો ઝીંકાયો

Published On - 4:17 pm, Fri, 22 October 21

Next Article