“જો ડ્રગ્સ હટાવવા માટે મને જેલમાં નાખવામાં આવે તો તેમનુ સ્વાગત છે”, નવાબ મલિકના આરોપ પર સમીર વાનખેડેનો વાર

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના આરોપો પર સમીર વાનખેડેએ જવાબ આપતા કહ્યુ કે, "મલિકના આરોપથી મારૂ મનોબળ ઓછુ નહી થાય."

જો ડ્રગ્સ હટાવવા માટે મને જેલમાં નાખવામાં આવે તો તેમનુ સ્વાગત છે, નવાબ મલિકના આરોપ પર સમીર વાનખેડેનો વાર
Nawab Malik Allegation on Sameer Wankhede

Aryan Khan Drugs Case : મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આર્યન ડ્રગ્સ કેસને લઈને ફરી NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, વાનખેડેની બહેન જાસ્મીનની તસવીર શેર કરીને મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યા હતા.જો કે સમીર વાનખેડેએ (Sameer Wankhede) આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢયા છે.

સમીર વાનખેડેએ તમામ આરોપોને નકાર્યા

મલિકના આરોપ પર વાનખેડેએ સ્પષ્ટ કર્યું કે તે ક્યારેય તેની બહેન (Jasmin Wankhede) સાથે દુબઈ-માલદીવ ગયો નથી. નવાબ મલિકે આ તારીખનો ઉલ્લેખ કર્યો છે, તે સંપૂર્ણપણે ખોટી છે. એનસીબીના અધિકારીએ કેબિનેટ મંત્રી નવાબ મલિકના આરોપોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

તમને જણાવી દઈએ કે, નવાબ મલિકે કેટલાક ફોટા શેર કર્યા છે અને કહ્યું છે કે કોરોના દરમિયાન સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માલદીવમાં હતો. ત્યારે સમીર વાનખેડે પણ તેના પરિવાર સાથે ત્યાં હાજર હતા. આ સાથે તેમણે એનસીબી અધિકારીને દુબઈ અને માલદીવની મુલાકાતને લઈને આરોપ લગાવ્યા હતા. નવાબ મલિકે (Nawab Malik) શેર કરેલા ફોટો પર NCB અધિકારી કહ્યુ કે તમામ ફોટા મુંબઈના છે, કોરોના સમયગાળા દરમિયાન તેઓ મુંબઈમાં જ હાજર હોવાનુ જણાવ્યુ છે. આ સાથે નવાબ મલિકના આરોપોને ખોટા સાબિત કરતા તેમણે કહ્યું કે, એરપોર્ટ પરથી ડેટા લઈને તેઓ જાણી શકે છે કે તેઓ ક્યાં હતા. વધુમાં તેમણે કહ્યું કે તેમના પાસપોર્ટ અને વિઝાથી બધું જ સ્પષ્ટ થઈ જશે.

હું સામાન્ય અધિકારી છુ, નવાબ મલિક મોટા મંત્રી છે : સમીર વાનખેડે

જ્યારે સમીર વાનખેડેને પૂછવામાં આવ્યું કે શું તેઓ નવાબ મલિકના આરોપોથી નિરાશ થઈ રહ્યા છે ? આના જવાબમાં તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારના આરોપોને કારણે તેમનું મનોબળ નીચે નહીં જાય.અને તેનાથી તેમની ભાવના વધુ મજબૂત થઈ છે. બીજી બાજુ, નવાબ મલિકની કાનૂની કાર્યવાહીની બાબતે વાનખેડેએ કહ્યું કે તેઓ મોટા મંત્રી (Maharashtra Minister) છે. જો તે તેને જેલમાં મોકલવા માંગે છે તો તેનું સ્વાગત છે. આ સાથે, વાનખેડેએ કહ્યું કે છેલ્લા 15 દિવસમાં તેમના અને તેમના પરિવાર પર વ્યક્તિગત હુમલા કરવામાં આવી રહ્યા છે.

જુઓ વીડિયો

 

આ પણ વાંચો: Aryan Khan Drug Case: જાણો ડ્રગના કેસમાં જામીન મેળવવાના કેમ ખૂબ મુશ્કેલ હોય છે, જાણો એક્ટની તાકાત

આ પણ વાંચો: Mumbai: આજે ફરી ખુલશે સિનેમા હોલ, ઓડિટોરિયમ, અને એમ્યુઝમેન્ટ પાર્ક, જાણો શું છે નવી ગાઈડલાઇન્સ

Click on your DTH Provider to Add TV9 Gujarati