RamTemple: દેશભરમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિરને લઈને દાન એકત્રિત કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ મંગલ કાર્યમાં એક સામાન્ય માણસથી લઈને બિઝનેસમેન સુધી દરેક યથાશક્તિ પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે આ શુભકાર્યમાં TV9 Group – My Home અને Megha Engineering India Limited પણ જોડાયા છે. અને પ્રભુ રામના ચરણોમાં પોતાનું અનુદાન ચડાવ્યું છે.
તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણના દાન માટે દેશવ્યાપી ઉત્સવના ભાગ રૂપે શ્રી ત્રિદંડા ચિન્ના જીયર રામાનુજ સ્વામીજીએ શુક્રવારે હૈદરાબાદમાં એક ભંડોળ સંગ્રહ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ RSSના સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં તેમણે સૌ દ્વારા આ ભગીરથ કાર્યમાં સહયોગની આશા પ્રગટ કરી હતી. આ પવન અવસર પર TV9 Group – My Home(Rs 5 crore) અને Megha Engineering India Limited(Rs 6 crore)એ રામ જન્મભૂમી તીર્થક્ષેત્ર ટ્રસ્ટને 11 કરોડનું દાન પ્રદાન કર્યું.
My Home groupના ચેરમેન શ્રી રામેશ્વર રાવ અને Megha Engineeringના CMD શ્રી કૃષ્ણા રેડ્ડીએ ચિન્ના જીયર સ્વામીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા. અને ભૈયાજી જોશીને 11 કરોડનો ચેક અર્પણ કર્યો.