AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિંતાજનક: બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે ઓમિક્રોન! દેશમાં 5 બાળકો સંક્રમિત

રવિવારે રાજસ્થાનના એક જ પરિવારના 9 લોકોને ઓમિક્રોન કેસ હોવાનું જાણવા મળ્યું હતું. આ 9 લોકોમાં 2 નાના બાળકો પણ છે. તો મહારાષ્ટ્રમાં 7 નવા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સામે આવ્યા. જેમાંથી 6 જેમાંથી ત્રણની ઉંમર 18 વર્ષથી ઓછી છે.

ચિંતાજનક: બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે ઓમિક્રોન! દેશમાં 5 બાળકો સંક્રમિત
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 8:51 AM
Share

કોરોનાની (Corona) પ્રથમ લહેર (First Wave) વૃદ્ધો માટે સૌથી ઘાતક હતી. બીજી લહેરમાં યુવાનો પર વધુ અસર પડી. હવે કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન બાળકોમાં પણ જોવા મળી રહ્યું છે, તો ડર એ છે કે શું તે બાળકો માટે સૌથી ઘાતક સાબિત થશે. આની પાછળ કેટલાક મજબૂત તથ્યો અને તર્ક છે. ચાલો જાણીએ.

રવિવારે મહારાષ્ટ્રમાં 7 નવા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. આમાંથી 6 લોકો પિંપરી-ચિંચવડના છે અને 1 વ્યક્તિ પુણેનો છે. પિંપરી-ચિંચવડમાં ઓમિક્રોનથી સંક્રમિત મળી આવેલા છ લોકોમાંથી ત્રણની ઉંમર 18 વર્ષથી ઓછી છે. બે નાના બાળકો છે. આ એક ચિંતાજનક બાબત છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં જેટલા પણ લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે, તેમાંથી કોઈએ પણ રસી લીધી નથી.

જો વેક્સિન ન લેવામાં આવે તો ઓમિક્રોન ચેપ થવાની સંભાવના વધારે છે?

દેશમાં અત્યાર સુધીમાં 21 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. રવિવારે રાજસ્થાનના એક જ પરિવારના 9 લોકોમાં ઓમિક્રોન કેસ હોવાનું જાણવા મળ્યું હતું. આ 9 લોકોમાં 2 નાના બાળકો પણ છે. શનિવારે મહારાષ્ટ્રના ડોમ્બિવલીના 33 વર્ષીય યુવક અને  જામનગરના એક વૃદ્ધને ઓમિક્રોન ચેપ લાગ્યો હતો. તેમની વચ્ચે પણ આ વાત સામાન્ય હતી. કે, તેમનું રસીકરણ પૂર્ણ થયું ન હતું.

બીજી સામાન્ય બાબત એ છે કે પિંપરી-ચિંચવડના એક જ પરિવારના છ લોકોમાં બે બાળકો છે અને જયપુરના એક જ પરિવારના નવ લોકોમાં બે નાના બાળકો છે. એટલે કે, ઓમિક્રોનથી સંક્રમિત 4 નાના બાળકો આ બે પરિવારોમાંથી મળી આવ્યા છે.

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને ઓમિક્રોનનું સૌથી વધુ જોખમ છે?

એટલે કે ધીમે ધીમે બે બાબતો સ્પષ્ટ થઈ રહી છે. એક એ કે જેમણે વેક્સિન નથી લીધી તેમને ઓમિક્રોનથી ચેપ લાગવાનું જોખમ વધારે છે. બીજું, નાના બાળકો વધુ સંખ્યામાં ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળે છે. આવી સ્થિતિમાં બાળકો માટે ચિંતાનો સમય આવી ગયો છે. કારણ કે દેશમાં 50 ટકા લોકોનું રસીકરણ થઈ ગયું છે, પરંતુ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું રસીકરણ હજુ શરૂ થયું નથી.

સોમવારે બાળકોના રસીકરણ અને વૃદ્ધોના બૂસ્ટર ડોઝ અંગે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા

કેન્દ્ર સરકારની કોરોના ટાસ્ક ફોર્સ અને નિષ્ણાતો સાથે સોમવારે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં બે મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવશે. બાળકોના રસીકરણ અને 44 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ અંગે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

દક્ષિણ આફ્રિકાથી માહિતી બહાર આવી છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને આધેડ વયના લોકોમાં સમાન સંખ્યામાં ઓમિક્રોન ચેપ છે. ચેપગ્રસ્ત બાળકોમાંથી 10 ટકા બાળકોની ઉંમર બે વર્ષથી ઓછી છે. આ સિવાય ઓમિક્રોનનું સંક્રમણ પણ સગર્ભા સ્ત્રીઓમાં ઝડપથી થઈ રહ્યું છે. જો બાળકોને બચાવવા હોય તો દેશમાં બાળકોને રસીકરણ વહેલી તકે શરૂ કરવું પડશે.

આ પણ વાંચો: OMICRON : રાજસ્થાનમાં ઓમિક્રોન વેરીએન્ટના 9 કેસ નોંધાયા, દેશમાં કુલ સંખ્યા 21 થઇ

આ પણ વાંચો: Covid-19 Vaccination: દેશમાં 50 ટકાથી વધુ લોકો રસીકરણથી સુરક્ષિત, અત્યાર સુધીમાં 47.71 કરોડ લોકોએ કોવિડ-19 રસીના બંને ડોઝ મેળવ્યા

g clip-path="url(#clip0_868_265)">