સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામાં અટેક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ઉઠાવ્યા સવાલ, કહી આ મોટી વાત

|

Jan 23, 2023 | 6:20 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મોદી સરકાર પાસે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા છે. તેમણે કહ્યું હતુ કે કેન્દ્ર સર્જીકલ સ્ટ્રાઈકની વાત કરી રહ્યું છે તો સ્ટ્રાઈકમાં કેટલા લોકો માર્યા ગયા તેનો ચોક્કસ આંકડાના કોઈ પુરાવા નથી.

સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામાં અટેક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ઉઠાવ્યા સવાલ, કહી આ મોટી વાત
Senior congress leader Digvijay Singh
Image Credit source: File Photo

Follow us on

કોંગ્રેસ પાર્ટીએ એકવાર ફરી ભારતીય સેનાના મનોબળ પર સવાલ ઉઠાવ્યા છે અને પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા છે. અહેવાલો અનુસાર, ભારત જોડો યાત્રા આજે જમ્મુ પહોંચ્યા બાદ આયોજિત સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મોદી સરકાર પાસે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. તેમણે કહ્યું હતુ કે કેન્દ્ર સર્જીકલ સ્ટ્રાઈકની વાત કરી રહ્યું છે તો સ્ટ્રાઈકમાં કેટલા લોકો માર્યા ગયા તેનો ચોક્કસ આંકડાના કોઈ પુરાવા નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ PM પર સાંધ્યુ નિશાન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ કહ્યું હતુ કે, ‘ભાજપની નીતિ જૂઠું બોલવું, મોટેથી બોલવું, વારંવાર બોલવું, જે માત્ર હિન્દુ-મુસ્લિમ લડાઈ તરફ દોરી જાય છે. જો વડાપ્રધાન પાકિસ્તાનથી આટલા નારાજ છે તો ફોન કર્યા વિના શા માટે નવાઝ શરીફના ઘરે લગ્ન સમારોહમાં પહોંચ્યા? પુલવામા હુમલાની માહિતી પણ PMએ દેશની સામે કે સંસદની સામે રાખી ન હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સર્જિકલ સ્ટ્રાઈક પર ઉઠાવ્યા સવાલ

સર્જિકલ સ્ટ્રાઈક પર કોંગ્રેસે ફરી સવાલો ઉઠાવ્યા છે. આ પ્રશ્નો અન્ય કોઈએ નહીં પરંતુ વરિષ્ઠ નેતા અને સાંસદ દિગ્વિજય સિંહે ઉઠાવ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું છે કે તેઓ (કેન્દ્ર) સર્જિકલ સ્ટ્રાઈક વિશે વાત કરે છે કે અમે ઘણા લોકો માર્યા છે પરંતુ કોઈ પુરાવા નથી. સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પુલવામા પર સંસદમાં કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેઓ માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે. હજુ સુધી પુલવામા અંગે કોઈ અહેવાલ નથી. પુલવામામાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા. આજદિન સુધી તે વાહનની તપાસ કરવામાં આવી નથી.

આર્ટિકલ 370 હટાવવાને લઈને પણ કરી આ વાત

તેમણે વધુમાં કહ્યું કે, આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદ વધ્યો અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. બંધારણને ખતમ કરવામાં આવી રહ્યું છે. પુલવામા આતંકવાદી હુમલામાં ક્ષતિ રહી છે. જમ્મુમાં ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે કહ્યું કે, સરકાર અહીં નિર્ણય લેવા માગતી નથી, અહીંની સમસ્યાનો ઉકેલ લાવવા માગતી નથી. તે આ સમસ્યાને કાયમ રાખવા માંગે છે જેથી કરીને કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને લોકોમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવે.

Published On - 4:35 pm, Mon, 23 January 23

Next Article