દીદી તમારી મૂળ પાર્ટી કંઇ હતી ? અમીત શાહનો મમતાને સણસણતો સવાલ
ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. જ્યાં મિદનાપુરમાં શાહે જંગી સભાને સંબોધી. અમિત શાહે આ સભામાં ટીએમસી અને મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કર્યા. મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તે પાર્ટીના લોકોને તોડીને ભાજપમાં જોડે છે. અને જોડ તોડની રાજનીતિ કરે છે. ત્યારે શાહે સામે મમતાને સવાલ કર્યો કે દીદી તમારી મૂળ પાર્ટી […]
ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. જ્યાં મિદનાપુરમાં શાહે જંગી સભાને સંબોધી. અમિત શાહે આ સભામાં ટીએમસી અને મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કર્યા. મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તે પાર્ટીના લોકોને તોડીને ભાજપમાં જોડે છે. અને જોડ તોડની રાજનીતિ કરે છે. ત્યારે શાહે સામે મમતાને સવાલ કર્યો કે દીદી તમારી મૂળ પાર્ટી કઇ હતી ?
જે રીતે એક બાદ એક ટીએમસીના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેના પર શાહે કહ્યું કે આ તો હજુ શરૂઆત છે. ચૂંટણી આવતા આવતા દીદી એકલા જ રહી જશે.
ખેડૂતો પર બોલતા શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના દરેક ખેડૂતના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવે છે. પરંતુ મમતા દીદીના કારણે બંગાળના ખેડૂતોને આનો લાભ નથી મળી શક્યો.
થોડા દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા પર બંગાળમાં પથ્થરમારો થયો હતો. ત્યારે શાહે તેનો જવાબ આપતા કહ્યું કે જેટલી હિંસા કરશો તેટલી જ વધુ જોરથી ભાજપના કાર્યકર્તા તમારો સામનો કરશે.