સદસ્યતા રદ થવા છતાં રાહુલ ગાંધી પાસે આ ઓપ્શન છે બાકી ! વાંચો વિગતે
લોકસભા સચિવાલયના નિર્ણય બાદ રાહુલ ગાંધી પાસે હવે કેટલાક વિકલ્પો છે. જાણકારોનું કહેવું છે કે સૌથી પહેલા રાહુલ ગાંધી નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે આપવા માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
લોકસભા સચિવાલયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ કરી દીધું છે. સુરત સેશન્સ કોર્ટે મોદી સરનેમ કેસમાં વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ તેને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી છે. લોકસભા સચિવાલયની આ સૂચના 23 માર્ચથી લાગુ થશે, કારણ કે તે જ દિવસે કોર્ટનો નિર્ણય આવ્યો હતો. સુરત કોર્ટ દ્વારા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Breaking News: લોકસભાની વેબસાઈટ પરથી રાહુલ ગાંધીનું નામ સાંસદ તરીકે હટાવી દેવામાં આવ્યું
તેમને રાહત માટે અપીલ દાખલ કરવા માટે એક મહિનાનો સમય આપતા સજા મોકૂફ રાખવામાં આવી છે. રાહુલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવાની છે. જો તેને ત્યાંથી રાહત ન મળે તો તે હાઈકોર્ટમાં અપીલ પણ કરી શકે છે. જો ત્યાં પણ રાહત ન મળે તો તે સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરી શકે છે.
રાહુલ ગાંધી પાસે કેટલા વિકલ્પો છે ?
લોકસભા સચિવાલયના નિર્ણય બાદ રાહુલ ગાંધી પાસે હવે કેટલાક વિકલ્પો છે. જાણકારોનું કહેવું છે કે સૌથી પહેલા રાહુલ ગાંધી નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે આપવા માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં લોકસભા સચિવાલયના નિર્ણય પર સ્ટે મૂકી શકાય છે. જો કે નિર્ણય પર સ્ટે મુકાયા બાદ તેમની સભ્યતા પુનઃસ્થાપિત થશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આગામી લોકસભા ચૂંટણી વર્ષ 2024માં યોજાવાની છે. આવી સ્થિતિમાં આગામી સંસદીય ચૂંટણીને એક વર્ષથી વધુ સમય બાકી છે. જો રાહુલની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો વાયનાડ બેઠક પર ફરીથી ચૂંટણી થઈ શકે છે.
ત્યારે હાલની પરિસ્થિતિમાં આવું રાજકીય ચિત્ર ઉભું થઈ રહ્યું છે. જો રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો વાયનાડમાં બીજી લોકસભા ચૂંટણી થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ બે લોકસભા બેઠકો – અમેઠી અને વાયનાડ પરથી ચૂંટણી લડી હતી. અમેઠીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધી જીતવામાં સફળ રહ્યા હતા.
રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં
હવે જ્યારે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે સ્પષ્ટ છે કે તેઓ હવે 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે, ત્યારબાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ રીતે રાહુલ ગાંધી કુલ આઠ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.
રાહુલ ગાંધી પાસે આ એક ઓપ્શન છે !
આ સ્થિતિમાં રાહુલ ગાંધી પાસે 8 વર્ષ સુધી પોતાના સંગઠનને મજબૂત કરવાનો સમય છે તેઓ પોતાના સંગઠનમાં ફોકસ કરે અને તેને મજબૂત કરી શકે છે. સંગઠનમાં ફરી પ્રાણ ફૂંકી શકે છે.