AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

થાપણદારોને વર્ષોથી ફસાયેલા 1300 કરોડથી વધુ રુપિયા પરત મળ્યા : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'ડિપોઝિટ ફર્સ્ટ ગેરેન્ટેડ ટાઇમ-બાઉન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પેમેન્ટ રૂ. 5 લાખ સુધી' થીમ પર આધારિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે આજનો દિવસ દેશ માટે બેંકિંગ ક્ષેત્ર અને દેશના કરોડો બેંક ખાતાધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

થાપણદારોને વર્ષોથી ફસાયેલા 1300 કરોડથી વધુ રુપિયા પરત મળ્યા : PM મોદી
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 1:59 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ થાપણદારો (Depositors) ના વર્ષોથી ફસાયેલા નાણા (Trapped money) પરત મળ્યા છે. જેની રકમ 1300 કરોડ રૂપિયાછથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ડિપોઝિટ ફર્સ્ટ: ગેરેન્ટેડ ટાઇમ-બાઉન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પેમેન્ટ રૂ. 5 લાખ સુધી’ થીમ પર આધારિત એક કાર્યક્રમમાં આ સંબોધન કર્યુ હતુ.

પીએમ મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે આજનો દિવસ દેશ માટે બેંકિંગ ક્ષેત્ર અને દેશના કરોડો બેંક ખાતાધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આજના કાર્યક્રમમાં જે નામ આપવામાં આવ્યું છે તેમાં ડિપોઝિટર્સ ફર્સ્ટની ભાવના રાખવી તે વધુ સચોટ બની રહી છે. મોદીએ વધુમાં કહ્યું કે દાયકાઓથી ચાલી રહેલી એક મોટી સમસ્યાને કેવી રીતે હલ કરવામાં આવી, આજે તે સાક્ષી છે. તેમણે કહ્યું કે કોઈપણ દેશ સમસ્યાઓને સમયસર ઉકેલીને જ તેને વધુ ખરાબ થતા બચાવી શકે છે. પરંતુ વર્ષોથી સમસ્યાઓ ટાળવાની વૃત્તિ હતી.

પીએમ મોદીએ કહ્યું કે આજનો નવો ભારત સમસ્યાઓના ઉકેલ પર ભાર આપે છે, આજે ભારત સમસ્યાઓને ટાળતું નથી. તેમણે કહ્યું કે તેનો અર્થ એ છે કે જો બેંક ડૂબી જાય તો થાપણદારોને માત્ર એક લાખ રૂપિયા જ મળે તેવી જોગવાઈ હતી. આ નાણાં પણ ક્યારે મળશે તેની કોઈ સમય મર્યાદા ન હતી. મોદીએ કહ્યું કે ગરીબોની ચિંતાને સમજીને, મધ્યમ વર્ગની ચિંતાને સમજીને તેમણે આ રકમ ફરીથી વધારીને 5 લાખ રૂપિયા કરી.

મોદીએ કહ્યું કે આપણા દેશમાં બેંક ડિપોઝિટર્સ માટે વીમાની સિસ્ટમ 60ના દાયકામાં બનાવવામાં આવી હતી. અગાઉ બેંકમાં જમા રકમમાંથી માત્ર 50 હજાર રૂપિયા સુધીની રકમની જ ગેરંટી આપવામાં આવતી હતી. પછી તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી. તેમણે કાયદામાં સુધારો કરીને બીજી સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. મોદીએ વધુમાં કહ્યું કે પહેલા જ્યાં રિફંડ માટે કોઈ સમય મર્યાદા ન હતી, હવે અમારી સરકારે તેને 90 દિવસ એટલે કે 3 મહિનાની અંદર ફરજિયાત બનાવી દીધું છે. એટલે કે, બેંક ડૂબવાની સ્થિતિમાં પણ, થાપણદારોને તેમના પૈસા 90 દિવસમાં પાછા મળી જશે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશની સમૃદ્ધિમાં બેંકોની મોટી ભૂમિકા છે અને બેંકોની સમૃદ્ધિ માટે થાપણદારોના પૈસા સુરક્ષિત રહે તે પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે જો બેંકને બચાવવી હોય તો થાપણદારોને સુરક્ષા આપવી પડશે. તેમણે કહ્યું કે વર્ષોથી, ઘણી નાની જાહેર ક્ષેત્રની બેંકોને મોટી બેંકો સાથે મર્જ કરીને તેમની ક્ષમતા અને પારદર્શિતા દરેક રીતે મજબૂત કરવામાં આવી છે. જ્યારે આરબીઆઈ સહકારી બેંકો પર નજર રાખે છે, ત્યારે તે તેમનામાં સામાન્ય થાપણદારોનો વિશ્વાસ પણ વધારશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અહીં સમસ્યા માત્ર બેંક ખાતાની જ નથી, પરંતુ છેવાડાના ગામડાઓમાં બેંકિંગ સેવાઓ સુધી પહોંચવાની પણ હતી. તેમણે કહ્યું કે આજે દેશના લગભગ દરેક ગામમાં 5 કિમીની ત્રિજ્યામાં બેંક શાખા અથવા બેંકિંગ સંવાદદાતાની સુવિધા છે. તેમણે કહ્યું કે આજે ભારતનો સામાન્ય નાગરિક ગમે ત્યારે, ગમે ત્યાં, સાત દિવસ, 24 કલાક ડિજિટલ રીતે નાનામાં નાના ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે. થોડા વર્ષો પહેલા સુધી જે લોકો ભારતની ક્ષમતામાં અવિશ્વાસ રાખતા હતા તેઓ તેના વિશે વિચારવાનું તો દૂર તેની મજાક ઉડાવતા હતા.

મોદીએ સંબોધનમાં વધુમાં કહ્યું કે આવા ઘણા સુધારા છે, જેણે 100 વર્ષની સૌથી મોટી દુર્ઘટનામાં પણ ભારતની બેંકિંગ સિસ્ટમને સરળતાથી ચલાવવામાં મદદ કરી છે. જ્યારે વિશ્વના સમર્થ દેશો પણ તેમના નાગરિકોને મદદ પૂરી પાડવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ભારતે ઝડપી ગતિએ દેશના લગભગ દરેક વર્ગને સીધી મદદ કરી.

એક મોટા સુધારા અંતર્ગત સરકારે બેંક ડિપોઝિટ વીમા કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું છે. થાપણ વીમા મર્યાદાને બેંક દીઠ થાપણકર્તા દીઠ રૂ. 5 લાખ સુધી વધાર્યા બાદ નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1 ટકા વધી ગઇ છે. આ 80 ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે.

DICGC એટલે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. આ કોર્પોરેશન  રિઝર્વ બેંક હેઠળનું એક કોર્પોરેશન છે, જેને ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન કહેવાય છે. મૂળભૂત રીતે તે ભારતીય રિઝર્વ બેંકની પેટાકંપની છે અને તે બેંક થાપણો પર વીમા કવચ પ્રદાન કરે છે.

DICGC બેંકોમાં બચત, કરંટ, રિકરિંગ એકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વગેરે જેવી યોજનાઓમાં રૂ. 5 લાખ સુધીની થાપણો સુરક્ષિત કરે છે. જો કોઈ બેંક ડિફોલ્ટર બને છે, તો DICGC તેના દરેક થાપણદારોને મૂળ રકમ અને વ્યાજ સહિત મહત્તમ રૂ. 5 લાખ સુધીની રકમ ચૂકવશે.

આ પણ વાંચો : Cricket: ડેવિડ વોર્નરનો ફની વિડીયો જોઇને વિરાટ કોહલી ચકરાવવા લાગ્યો, કહ્યુ દોસ્ત ઠીક તો છે ને ?

આ પણ વાંચોઃ ઑસ્ટ્રિયામાં રસી ફરજિયાત બનાવવા પર હંગામો, હજારો લોકોએ કર્યું પ્રદર્શન, કહ્યું- ‘રસીની ફાસીવાદ મંજૂર નથી’

g clip-path="url(#clip0_868_265)">