AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 7ના મોત, 8 ઘાયલ

પશ્વિમ દિલ્હીના સુદર્શન પાર્ક વિસ્તારમાં ગુરૂવાર રાત્રે 3 વાગ્યે ત્રણ માળની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ફેક્ટરીનો મોટા ભાગનો ભાગ ધરાશાયી થઈ ગયો. આ હાદસામાં આશરે 12 લોકો કાટમાળ નીચે દબાયા હોય તેવું અનુમાન હતું. રાત્રે જ 6 લોકોનો મોતની પુષ્ટિ ડીસીપીએ કરી દીધી હતી જ્યારે કે સવાર થતાં મૃતકોનો આંક 7 સુધી પહોંચી ગયો. અને 8 […]

દિલ્હીની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 7ના મોત, 8 ઘાયલ
| Updated on: Jan 04, 2019 | 4:26 AM
Share

પશ્વિમ દિલ્હીના સુદર્શન પાર્ક વિસ્તારમાં ગુરૂવાર રાત્રે 3 વાગ્યે ત્રણ માળની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ફેક્ટરીનો મોટા ભાગનો ભાગ ધરાશાયી થઈ ગયો. આ હાદસામાં આશરે 12 લોકો કાટમાળ નીચે દબાયા હોય તેવું અનુમાન હતું.

રાત્રે જ 6 લોકોનો મોતની પુષ્ટિ ડીસીપીએ કરી દીધી હતી જ્યારે કે સવાર થતાં મૃતકોનો આંક 7 સુધી પહોંચી ગયો. અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ જ વિસ્તારમાં થોડા દિવસ પહેલા ગેરકાયદે ફેક્ટરીઓને સીલ પણ કરવામાં આવી હતી. આ ફેક્ટરીની આસપાસની કેટલીક ઈમારતોને પણ સીલ કરવામાં આવી હતી. પરંતુ આ ફેક્ટરી હજી પણ કાર્યરત હતી.

પોલીસ તેમજ બચાવદળના કહેવા પ્રમાણે આ હાદસો ગુરુવાર રાત્રે આશરે પોણા 9 વાગ્યે થયો. ડી-96, સુદર્શન પાર્ક સ્થિત એક ફેક્ટરીમાં પંખા બનાવવામાં આવતા હતા. ફાયર વિભાગને આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનો ફોન મળ્યો હતો. અને જ્યારે ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી તો ફેક્ટરી સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ચૂકી હતી. આ જોઈને એક્સ્ટ્રા ફોર્સ બોલાવવી પડી અને કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દેવાયું. સૂચના મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઉપરાંત સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ખૂબ સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ દળને પોતાના સરસામાન સાથે ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો: 6 કરોડ ગુજરાતીઓએ હવે નહીં જવું પડે દિલ્હી, રાજકોટને મળી AIMS હૉસ્પિટલ

ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગે કહ્યું કે ફેક્ટરીમાં ઉપરના માળે એક કંપ્રેશર રાખવામાં આવ્યું હતું જે ફાટવાથી આ ઘટના થઈ છે. પ્રત્યક્ષદર્શીઓના પ્રમાણે, આ ધમાકો એટલો મોટો હતો કે ઉપરના બંને માળ નીચે આવી ગયા. એનો અર્થ એ છે કે તનો કાટમાળ એક ખુલ્લા પ્લોટ પર જઈને પણ પડ્યો જ્યાં ભંગારીકામ થાય છે. ત્યાં કેટલાક લોકો ઉંઘી રહ્યા હતા. તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા.

હાલ પોલીસ પણ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

[yop_poll id=458]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">