AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ મોકલી, કઈ મહિલાઓનું શારિરીક શોષણ થયું? વિગતો આપો…

રાહુલ ગાંધીએ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે. 'ભારત જોડો યાત્રા' દરમિયાન મેં સાંભળ્યું હતું કે, મહિલાઓનું યૌન ઉત્પીડન અને શારીરિક શોષણ થાય છે. આ સ્થિતિમાં દિલ્હી પોલીસે હવે રાહુલ ગાંધીને તે પીડિતો વિશે માહિતી આપવા કહ્યું છે, જેથી તેમને સુરક્ષા આપવામાં આવે. આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું છે કે, દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તે પીડિતોની વિગતો આપવા નોટિસ પાઠવવામાં આવી છે.

Delhi: દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ મોકલી, કઈ મહિલાઓનું શારિરીક શોષણ થયું? વિગતો આપો...
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 8:39 PM
Share

દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને એક નોટિસ આપી છે, જેમાં રાહુલ ગાંધીને તેમના પર શારીરિક શોષણની ફરિયાદ કરનાર પીડિતોની વિગતો શેર કરવા માટે કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં રાહુલે શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે. ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન મેં સાંભળ્યું હતું કે, મહિલાઓનું યૌન ઉત્પીડન અને શારીરિક શોષણ થાય છે.

આ સ્થિતિમાં દિલ્હી પોલીસે હવે રાહુલ ગાંધીને તે પીડિતો વિશે માહિતી આપવા કહ્યું છે, જેથી તેમને સુરક્ષા આપવામાં આવે. આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું છે કે, દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તે પીડિતોની વિગતો આપવા નોટિસ પાઠવવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટની નોંધ લીધી અને પ્રશ્નોની યાદી મોકલી છે.

શું હતું રાહુલ ગાંધીનું નિવેદન?

રાહુલ ગાંધીએ શ્રીનગરમાં નિવેદન આપતાં કહ્યું કે, એક કેસમાં મેં એક છોકરીને પૂછ્યું, તેણી પર બળાત્કાર થયો, મેં તેને પૂછ્યું કે શું આપણે પોલીસને બોલાવવી જોઈએ, તેણે કહ્યું કે પોલીસને બોલાવશો નહીં, મારી બદનામી થશે. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના ઘરે જઈને આ નોટિસ આપી હતી. તે ખુદ રાહુલ ગાંધીએ સ્વીકારી હતી.

તમને જણાવી દઈએ કે, આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધીએ બ્રિટનમાં આપેલા નિવેદનને લઈને સંસદમાં કહ્યું હતું કે જો દેશમાં લોકશાહી અકબંધ છે, તો તેમને સંસદમાં બોલવાની તક મળવી જોઈએ કારણ કે સરકારના 4 મંત્રીઓ ગૃહમાં તેનો વિરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય લોકતંત્ર માટે એ પણ એક કસોટી હશે કે તેમને પણ 4 પ્રધાનોની જેમ ગૃહમાં બોલવાની પૂરી તક મળે અથવા તેમને ચૂપ રહેવાનું કહેવામાં આવે છે.

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે અમે રાહુલ ગાંધીની માફી માટે દેશભરમાં પ્રચાર કરીશું. પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી ક્યાં સુધી દેશને ગુમરાહ કરતા રહેશે.

ભારતીય લોકતંત્રની ટીકા કરી ભારતીયોની ભાવનાઓનું અપમાન કરવાની તેમની આદત રહી છે

રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું હતું કે અમેરિકા અને યુરોપે ભારતના લોકતાંત્રિક પછાતપણા પર ધ્યાન આપવું જોઈએ. રવિશંકર પ્રસાદે કહ્યું કે પાયા વિહોણી અને બિનજરૂરી વાતો કરવી તેમની આદત બની ગઈ છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે વિદેશમાં ભારતીય લોકતંત્રની ટીકા કરીને ભારતીયોની ભાવનાઓનું અપમાન કરવાની તેમની આદત છે.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">