Delhi : રોહિણી વિસ્તારમાં મોટી દુર્ઘટના, ગટર લાઈનમાં ફસાયેલા ચાર લોકોના મોત, કલાકો સુધી ચાલ્યુ રેસ્ક્યુ ઓપરેશન

|

Mar 30, 2022 | 9:02 AM

પોલીસના જણાવ્યા અનુસાર સામયપુર બદલી પોલીસ સ્ટેશનને આ ઘટનાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને NDRF ની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

Delhi : રોહિણી વિસ્તારમાં મોટી દુર્ઘટના, ગટર લાઈનમાં ફસાયેલા ચાર લોકોના મોત, કલાકો સુધી ચાલ્યુ રેસ્ક્યુ ઓપરેશન
File Photo

Follow us on

Delhi :  રાજધાની દિલ્હીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ હતી.દિલ્હીના રોહિણી સેક્ટર(Rohini Area)  16માં ગટર લાઇનમાં 4 લોકો ફસાયા હતા.જો કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ,(Delhi Police)  ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.પાંચ કલાકના રેસ્ક્યુ ઓપરેશન (Rascue opreation) બાદ NDRFની ટીમે હાલ ગટરમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. મળતી માહિતી મુજબ આ ગટર ખૂબ જ ઊંડી હતી.તેથી લાંબા સમય સુધી તેમાં ફસાયેલા રહેવાના કારણે ચારેય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે ત્રણ કામદારો ગટરમાં પડી ગયા હતા અને તેમને બચાવવાના પ્રયાસમાં એક રિક્ષા ચાલક પણ ગટરમાં ફસાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે ગટરમાં પડેલા પ્રથમ ત્રણ લોકો ખાનગી કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે, જેઓ ઘટના સમયે MTNL લાઇન પર કામ કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક કલાકોથી ગટરની અંદર કોઈ હિલચાલ દેખાતી ન હોવાથી ચારેયના મોત થયા હોવાનું પહેલાથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતુ.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

પોલીસના જણાવ્યા અનુસાર સામયપુર બદલી પોલીસ સ્ટેશનને સાંજે લગભગ 6.30 વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને NDRFની ટીમની કલાકોની જહેમત બાદ પણ ચારમાંથી કોઈને પણ જીવિત બહાર કાઢી શકાયા નહીં.

મૃતકોની ઓળખ થઈ

પોલીસે જણાવ્યું કે કર્મચારીઓની ઓળખ બચ્ચુ સિંહ, પિન્ટુ અને સૂરજ કુમાર સાહની તરીકે થઈ છે, જ્યારે રિક્ષાચાલકની ઓળખ સદર કોલોની, સેક્ટર-16, રોહિણીના રહેવાસી સતીશ (38) તરીકે થઈ છે. તેણે કહ્યું કે ગટરમાં લોખંડની જાળી છે અને તે MTNLની લાઇનની નીચે છે. આશંકા છે કે ચારેય લોકો ત્યાં અટવાઈ ગયા હશે. વધુમાં તેણે જણાવ્યુ કે,ગટરમાં ઝેરી ગેસના કારણે રક્ષણાત્મક સાધનો સાથે પણ અંદર પ્રવેશવું મુશ્કેલ બન્યું હતુ. આ લોકોને બચાવવા માટે ગટર પહોળી કરવા માટે મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : શ્રીનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, મોડી રાત્રે રૈનાવારી વિસ્તારમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ ઠાર

Next Article