Delhi MCD Election: AAP એક ભ્રષ્ટ પાર્ટી છે જે ઈમાનદારીની વાત કરે છે: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર

|

Nov 28, 2022 | 8:36 PM

ભારતીય જનતા પાર્ટી (BJP) 30 નવેમ્બરે રાજધાની દિલ્હીમાં મેગા રોડ શોનું આયોજન કરી રહી છે. આ દિવસે ભાજપ દિલ્હીમાં 14 રોડ શો કરશે. રોડ શોમાં અનેક કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે.

Delhi MCD Election: AAP એક ભ્રષ્ટ પાર્ટી છે જે ઈમાનદારીની વાત કરે છે: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર
Narendra Singh Tomar

Follow us on

ભાજપ દિલ્હીમાં MCD ચૂંટણી જીતવા માટે તમામ તાકાત લગાવી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, દિલ્હીમાં ભાજપનો મજબૂત આધાર છે અને અગાઉ પણ દિલ્હીની જનતાએ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને જીત અપાવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તોમરે કહ્યું કે આપ સૌથી ભ્રષ્ટ પાર્ટી છે જે ઈમાનદારીની વાત કરે છે. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીના લોકો AAPથી નારાજ છે.

ભાજપ 30 નવેમ્બરે 14 રોડ શો કરશે

ભારતીય જનતા પાર્ટી 30 નવેમ્બરે રાજધાની દિલ્હીમાં મેગા રોડ શોનું આયોજન કરી રહી છે. આ દિવસે ભાજપ દિલ્હીમાં 14 રોડ શો કરશે. રોડ શોમાં અનેક કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પ્રચારના છેલ્લા રાઉન્ડમાં ભાજપ સંપૂર્ણ તાકાત લગાવવાની તૈયારી કરી રહ્યું છે.

એક દિવસમાં ભાજપની 80 સભા

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. આજે દિલ્હીમાં ભાજપની 80 સભા છે. ભાજપ શાસિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાજપ વતી ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં છે. આજે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર ચૂંટણી પ્રચાર માટે હાજર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેજરીવાલના જુઠ્ઠાણાનો જવાબ આપવાનો સમય: પિયુષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે નગરપાલિકા ચૂંટણી માટે દિલ્હીના આનંદ વિહારમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. પીયૂષ ગોયલે કહ્યું કે લોકો પાસે હવે કેજરીવાલ સરકારને તેમની બેજવાબદાર, ભ્રષ્ટ, ખોટા વચનો અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ જવાબ આપવાની તક છે.

7 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે. તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે અને ચૂંટણીમાં દરેક પોતાની જીતના દાવા કરી રહ્યા છે. સત્તાધારી આમ આદમી પાર્ટી સામે પોતાનો ચહેરો બચાવવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભાજપ પણ પુનરાગમન કરવા આતુર છે. MCDમાં કયો પક્ષ જીતશે તે 7 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે.

આ પહેલા અરવિંદ કેજરીવાલની સરકાર પર ભાજપે ફરી આરોપ લગાવ્યા હતા. ભાજપે આ વખતે પોસ્ટર વોર થકી તિહાર જેલમાં કેદીઓને આપવામાં આવતી સુવિધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલ તથા સત્યેન્દ્ર જૈન પર આક્ષેપો કરવામાં આવ્યા છે.

Next Article