Delhi Fire : દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે બિલ્ડીંગમાં ભભુકી પ્રચંડ આગ, 26ના મોત, બચાવ કાર્ય ચાલુ

|

May 13, 2022 | 11:49 PM

દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આજે સાંજે આગ લાગી હતી તે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાંથી કુલ 20 મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે

Delhi Fire : દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે બિલ્ડીંગમાં ભભુકી પ્રચંડ આગ, 26ના મોત, બચાવ કાર્ય ચાલુ
Mundka Metro Station Fire

Follow us on

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન(Mundka Metro Station) પાસે આવેલી એક બિલ્ડીંગમાં આજે સાંજે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ દર્દનાક અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. દિલ્હી(Delhi)ના ફાયર વિભાગે માહિતી આપી છે કે સાંજે 4:40 વાગ્યે આગની જાણ થઈ હતી, ત્યારબાદ 24 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અકસ્માતમાં 20ના કરૂણ મોત

દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આજે સાંજે આગ લાગી હતી તે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાંથી કુલ 26 મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. તે જ સમયે, આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી સમીર શર્માએ કહ્યું કે 15 ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે, અમે વધુ ફાયર ટેન્ડરોને બોલાવ્યા છે. આગ 2 માળે લાગી છે. અમે અત્યાર સુધીમાં 50-60 લોકોને બચાવ્યા છે

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આજે સાંજે આગ લાગી હતી તે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાંથી કુલ 20 મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. તે જ સમયે, આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી સમીર શર્માએ કહ્યું કે 15 ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે, અમે વધુ ફાયર ટેન્ડરોને બોલાવ્યા છે. આગ 2 માળે લાગી છે. અમે અત્યાર સુધીમાં 50-60 લોકોને બચાવ્યા છે.

દિલ્હી પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસ સ્પેસ આપવા માટે થાય છે. આગ બિલ્ડીંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જે સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ છે.હાલમાં પોલીસે કંપનીના માલિકને કસ્ટડીમાં લીધા છે.

કાળા ધુમાડા  દૂરથી જોઈ શકાય છે

ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો અનુસાર ચાર માળની ઈમારતમાંથી કાળા ધુમાડાના ફુગ્ગાઓ જોઈ શકાય છે. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ અહેવાલ લખાય ત્યાં સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી અને ફાયર ફાઈટીંગ ઓપરેશન હજુ ચાલુ છે.

શુક્રવાર ભયાનક અકસ્માતનો દિવસ હતો

જણાવી દઈએ કે આજે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા વિસ્તારમાં આગની વધુ એક ભયાનક ઘટના બની છે. અહીં એક બસમાં આગ લાગી હતી, જેના કારણે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ બસ કટરા જઈ રહી હતી અને તે દરમિયાન કટરાથી ત્રણ કિલોમીટર પહેલા નોમાઈ પાસે આગ લાગી હતી. જમ્મુ ડિવિઝનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADG) મુકેશ સિંહે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન આ ઘટનામાં કોઈ વિસ્ફોટકનો સંકેત મળ્યો નથી, જો કે, ફોરેન્સિક ટીમ આગનું કારણ શોધી રહી છે.

Published On - 11:07 pm, Fri, 13 May 22

Next Article