Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Jahangirpuri violence: હિંસાના મુખ્ય આરોપીઓની પાસે BMW સહિત ઘણી લગ્ઝરી ગાડીઓ, પહેલા કરતો હતો ભંગારનો વેપાર

દિલ્હી પોલીસે કહ્યું "સોનુ ઉર્ફે ઈમામ ઉર્ફે યુનુસ, વાદળી કુર્તામાં 28 વર્ષીય વ્યક્તિ, જેનો વીડિયો 16 એપ્રિલે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા દરમિયાન કથિત રીતે ફાયરિંગ કરવા બદલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે."

Delhi Jahangirpuri violence: હિંસાના મુખ્ય આરોપીઓની પાસે BMW સહિત ઘણી લગ્ઝરી ગાડીઓ, પહેલા કરતો હતો ભંગારનો વેપાર
accused of Jahangirpuri violence were presented in the court.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 12:37 PM

હનુમાન જયંતિના (Hanuman Jyanti) અવસર પર જહાંગીરપુરી હિંસામાં (Jahangirpuri Violence) અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હિંસા દરમિયાન ગોળીબાર કરનાર એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. જહાંગીરપુરીમાં હિંસા બાદ 17 એપ્રિલે સોશિયલ મીડિયા પર હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં વાદળી કુર્તા પહેરેલ એક વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો હતો. જેની ઓળખ સોનુ શેખ તરીકે થઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે સોનુના ભાઈને પહેલા જ કસ્ટડીમાં લઈ લીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્ય આરોપીઓ પાસે હાઈ એન્ડ BMW સહિત અન્ય ઘણી લક્ઝરી કાર છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ બંને મુખ્ય આરોપીઓ પશ્ચિમ બંગાળના હલ્દિયા જિલ્લાના રહેવાસી છે. સોનુ અને અંસાર સમૃદ્ધ છે.

ભંગારના ધંધામાંથી મિલકત ભેગી કરી

રિપોર્ટ અનુસાર બંને આરોપીઓ પશ્ચિમ બંગાળના વતની છે અને હલ્દિયા જિલ્લાના રહેવાસી છે. બંને આરોપીઓ હાલ દિલ્હીમાં રહે છે. અહેવાલ મુજબ સોનુ અને અંસાર સમૃદ્ધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે, જે તેઓએ ભંગારનો વ્યવસાય ચલાવીને મેળવ્યો છે. જણાવી દઈએ કે જહાંગીરપુરીમાં હિંસા કેસમાં સોનુ નામના વ્યક્તિ પર હિંસા દરમિયાન ફાયરિંગ કરવાનો આરોપ છે. સોનુ ગોળીબાર કરતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આરોપી સોનુના ઘણા નામ જણાવવામાં આવી રહ્યા છે. તેને સોનુ શેખ, સોનુ ચિકના, ઈમામ અને યુનુસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

દિલ્હી પોલીસે કહ્યું “સોનુ ઉર્ફે ઈમામ ઉર્ફે યુનુસ, વાદળી કુર્તામાં 28 વર્ષીય વ્યક્તિ, જેનો વીડિયો 16 એપ્રિલે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા દરમિયાન કથિત રીતે ફાયરિંગ કરવા બદલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે.”

જહાંગીરપુરી હિંસા કેસમાં 5 લોકોની ધરપકડ

દિલ્હી પોલીસે 16 એપ્રિલે જહાંગીરપુરી હિંસા મામલે એક જ પરિવારના પાંચ લોકોની અને એક સગીરની ધરપકડ કરી છે. આ ઘટનાના સંબંધમાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે સગીરોની ધરપકડ કરવામાં આવી છે. જહાંગીરપુરી હિંસા કેસમાં આઠ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિક સહિત નવ લોકો ઘાયલ થયા હતા.

સોમવારે જહાંગીરપુરી વિસ્તારમાં હિંસાના 48 કલાકની અંદર, વિસ્તારમાં ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખરેખર, પોલીસ હિંસા દરમિયાન ફાયરિંગ કરનાર આરોપી સોનુ શેખની ધરપકડ કરવા ગઈ હતી. આ દરમિયાન સોનુ શેઠના પડોશીઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસે હવે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્કૂલ પાસે વિસ્ફોટ, 6 લોકોના મોત

આ પણ વાંચો: રાજકોટ બાદ મોરેશિયસના PM આજે અમદાવાદની મુલાકાતે, એરપોર્ટથી હાંસોલ સુધી રોડ શો યોજશે

g clip-path="url(#clip0_868_265)">