Jahangirpuri Violence: VHP અને બજરંગ દળ સામે કેસ નોંધાયો, મંજૂરી વગર જ શોભા યાત્રા કાઢવાનો આરોપ

દિલ્હી પોલીસ (Delhi Police) કમિશનર રાકેશ અસ્થાનાએ સોમવારે જહાંગીરપુરી હિંસા કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અફવા ફેલાવનારાઓને કડક સંદેશ આપ્યો હતો.

Jahangirpuri Violence: VHP અને બજરંગ દળ સામે કેસ નોંધાયો, મંજૂરી વગર જ શોભા યાત્રા કાઢવાનો આરોપ
Delhi Violence - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 6:53 PM

દિલ્હીના જહાંગીરપુરી હિંસા (Jahangirpuri Violence) કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ, દિલ્હી પ્રાંત, મુખરજી નગર જિલ્લાના આયોજકો સામે કેસ નોંધ્યો છે. તેમની પાસે જહાંગીરપુરીમાં શોભા યાત્રા કાઢવાની કોઈ પરવાનગી નહોતી. આ કેસમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવક પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરવામાં આવી છે. DCP NW ઉષા રંગનાનીએ જણાવ્યું કે, 17 એપ્રિલે VHP, બજરંગ દળ દિલ્હી પ્રાંતના આયોજકો વિરુદ્ધ (16 એપ્રિલની સાંજે પોલીસ સ્ટેશન વિસ્તારના જહાંગીરપુરીમાં) પરવાનગી વિના શોભા યાત્રા કાઢવા માટે કેસ નોંધવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ, દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ સોમવારે જણાવ્યું હતું કે જહાંગીરપુરી હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં બંને સમુદાયના 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેમણે એવા દાવાઓને નકારી કાઢ્યા હતા કે હનુમાન જયંતિની શોભા યાત્રા દરમિયાન મસ્જિદમાં ભગવા ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અસ્થાનાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે હિંસક અથડામણમાં સામેલ લોકોને વર્ગ, સંપ્રદાય અથવા ધર્મના આધારે બક્ષવામાં આવશે નહીં.

શોભા યાત્રા દરમિયાન મસ્જિદમાં ભગવો ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ધ્વજ ફરકાવવાના પ્રયાસો પછી અથડામણ શરૂ થઈ હતી, તો તેમણે કહ્યું, ના, શોભા યાત્રા દરમિયાન મસ્જિદમાં ભગવો ધ્વજ લહેરાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. ઘણા રાજકારણીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક લોકોએ જહાંગીરપુરીની એક સ્થાનિક મસ્જિદમાં ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો, જેના પછી પથ્થરમારો અને હિંસા થઈ હતી.

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ સોમવારે જહાંગીરપુરી હિંસા કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અફવા ફેલાવનારાઓને કડક સંદેશ આપ્યો હતો. કમિશનરે કહ્યું કે, કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા પર કડક નજર રાખી રહ્યા છીએ અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અફવાઓ પર ધ્યાન ન આપો.

આ પણ વાંચો : હરિયાણાના ગુરુગ્રામમાં લૂંટની મોટી ઘટના સામે આવી, 5 બદમાશોએ કેશ વાનમાંથી કરી 1 કરોડ રૂપિયાની લૂંટ

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ફરીથી માસ્ક જરૂરી, યોગી સરકારે લખનૌ, નોઈડા, ગાઝિયાબાદ સહિત 7 શહેરો માટે આદેશ જાહેર કર્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">