AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccination : દિલ્હી સરકારે આંકડો કર્યો જાહેર, સોમવારે, 4,576 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો

દિલ્હી સરકારે સોમવારે એક ડેટા રજૂ કર્યો છે, જે દર્શાવે છે કે સોમવારે દેશની રાજધાનીમાં 15 થી 18 વર્ષની વય જૂથના 4,500 થી વધુ બાળકોને કોરોના વાયરસ રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

Covid Vaccination : દિલ્હી સરકારે આંકડો કર્યો જાહેર, સોમવારે, 4,576 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો
child vaccination ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 10:29 AM
Share

બાળકોમાં પણ કોરોના વેક્સિનેશન (Corona vaccination) કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. જેમાં અમુક બાળકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. દિલ્હી સરકારે (delhi government) સોમવારે એક ડેટા રજૂ કર્યો છે. જે દર્શાવે છે કે સોમવારે દેશની રાજધાનીમાં 15 થી 18 વર્ષની વય જૂથના 4,500 થી વધુ બાળકોને કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે સોમવારે રસીનો બીજો ડોઝ મેળવવા માટે પાત્ર 20,998 કિશોરો પૈકી 4,576 રસી માટે પહોંચી ગયા હતા. દિલ્હી સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે અન્ય 33,179 બાળકો તેમના બીજા ડોઝ માટે પાત્ર બનશે. આ વર્ષે 3 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વયના બાળકો માટે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો.

સરકારે કહ્યું કે ઉત્તર-પૂર્વ દિલ્હીએ સોમવારે સવારે 9 થી સાંજના 6 વાગ્યાની વચ્ચે 1,282 બાળકોને રસી આપવામાં આવી છે. જે શહેરના 11 જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ પછી દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં 624 ડોઝ આપવામાં આવ્યા છે. આ સિવાય મધ્ય દિલ્હીમાં 129, પૂર્વ દિલ્હીમાં 400, નવી દિલ્હીમાં 379, ઉત્તર દિલ્હીમાં 118, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં 381 અને શાહદરામાં 337 બાળકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. બાળકોને હાલમાં કોવેક્સિનના શોટ આપવામાં આવી રહ્યા છે, જે બે ડોઝના છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, “15 થી 17 વર્ષની વયજૂથના બાળકોના રસીકરણની ગતિ ઝડપી હોવાથી અમે હવે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે જે બાળકોને હજુ સુધી તેમનો પ્રથમ ડોઝ મળ્યો નથી તેઓને વહેલામાં વહેલી તકે આવરી લેવામાં આવે. અમે એવા બાળકો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેઓ આ અઠવાડિયાથી બીજા ડોઝ માટે પાત્ર બનશે. નોંધપાત્ર રીતે, 3 થી 9 જાન્યુઆરીની વચ્ચે, 15 થી 17 વર્ષની વય જૂથના 2.5 લાખથી વધુ બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

જે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બીજા ડોઝ માટે પાત્ર બનશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશોરોએ રસીકરણ અંગે ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હોવા છતાં તેઓ સમયસર તેમનો બીજો ડોઝ લે તેની ખાતરી કરવા માટે તેઓને SMS મોકલશે.

આ પણ વાંચો : Viral video : જ્યારે બે યુવક એસ્કેલેટર પર ચડવા લાગ્યા ઊંધા, વિડિયો જોઈને લોકો બોલ્યા કેટલા તેજસ્વી લોકો છે

આ પણ વાંચો : Budget 2022 Share Market Updates : બજેટ પૂર્વે શેરબજારની તેજીમાં રોકાણકારોને 2.5 લાખ કરોડની કમાણી, Sensex માં 800 અને Nifty 225 અંકનો ઉછળ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">