Delhi Corona Update : કોરોનાના કેસો વધતા દિલ્હીમાં ફરી લાગુ થશે Lockdown?, જાણો શું કહ્યું CM અરવિંદ કેજરીવાલે

Delhi Corona Update : દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કરોનાના નવા 3582 કેસ નોંધાયા છે.

Delhi Corona Update : કોરોનાના કેસો વધતા દિલ્હીમાં ફરી લાગુ થશે Lockdown?, જાણો શું કહ્યું CM અરવિંદ કેજરીવાલે
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (File Image)
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 6:29 PM

Delhi Corona Update : રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ છે. આરોગ્ય વિભાગે શુક્રવારે વધુ 3582 લોકોને Corona સંક્રમણ થયાની પુષ્ટિ કરી છે. કોરોનાના વધતા જતા કેસોના મુદ્દે પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાની આ ચોથી લહેર છે. સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે, ચિંતા કરવાની જરૂર નથી.

કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી Corona પર કાબૂ મેળવવા માટે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમાં આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન અને વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસોને રોકવા, વર્તમાન રસીકરણની સ્થિતિ, કંટેનમેન્ટ ઝોન, હોસ્પિટલોનું સંચાલન અને સિરો સર્વે સાથે કોરોના કેસોના હાલના સર્વેની સમીક્ષા કરવામાં આવી હતી.

હાલ લોકડાઉનની સ્થિતિ નથી : કેજરીવાલ મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે Corona મહામારીની વર્તમાન લહેર પહેલાની લહેરો જેટલી તીવ્ર નથી. તેથી દિલ્હીમાં કોઈ પણ પ્રકારના લોકડાઉનની જરૂર નથી. અમે પરિસ્થિતિની સમીક્ષા કરીશું. આ સાથે જ મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે જો લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થાય તો હું આવો કોઇ નિર્ણય લેતા પહેલા સલાહ લઈશ. તેમણે કહ્યું કે દેશમાં આ કોરોનાની બીજી લહેર છે, પરંતુ દિલ્હી માટે ચોથી લહેર છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોગ્ય વિભાગ સક્રિય મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સૂચનાથી દિલ્હીનું આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે. દિલ્હીની 33 મોટી હોસ્પિટલોમાં આઈસીયુ અને સામાન્ય બેડમાં 25-25 ટકાનો વધારો કરાયો છે. 30 માર્ચ સુધીમાં આ 33 હોસ્પિટલોમાં 1705 સામાન્ય બેડ હતા, જે હવે વધીને 2547 થઈ ગયા છે. 30 માર્ચ સુધીમાં 608 આઇસીયુ બેડ હતા, જેને વધારીને 230 કરવામાં આવ્યા છે અને હવે દિલ્હીમાં કોવિડ માટે 838 આઈસીયુ બેડ છે. આ સાથે જ દિલ્હીમાં રસીકરણ કેન્દ્રો વધારીને 600 ની આસપાસ કરવામાં આવ્યા છે. ગુરુવારથી 45 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવા છતાં કેટલાક લોકો જાહેર સ્થળોએ માસ્ક પહેરવામાં બેદરકારી દાખવે છે. માસ્ક લગાવ્યા વિના જાહેર સ્થળોની મુલાકાત લેતા લોકો સામે મુખ્યપ્રધાને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. જિલ્લા કક્ષાએ રચાયેલી ટીમો આવા લોકો પર નજર રાખી રહી છે અને જે લોકો માસ્ક વિના મળી આવશે તેમના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">