Delhi: કુતુબ મિનાર સંકુલમાં પૂજાની માગ કરતી અરજીને ફગાવી દેવાઇ, અયોધ્યાનો ચુકાદો ટાંકવામાં આવ્યો

|

Dec 09, 2021 | 6:18 PM

ન્યાયાધીશે કહ્યું કે એક વાર એક સ્ટ્રક્ચરને સુરક્ષિત સ્મારક જાહેર કરી દેવામાં આવ્યું છે. સરકારની માલિકીની હોય તો અરજદાર પૂજા સ્થળનો ધાર્મિક રીતે ઉપયોગ થવો જોઈએ તેવો આગ્રહ કરી ન શકે.

Delhi: કુતુબ મિનાર સંકુલમાં પૂજાની માગ કરતી અરજીને ફગાવી દેવાઇ, અયોધ્યાનો ચુકાદો ટાંકવામાં આવ્યો
Qutub minar

Follow us on

અયોધ્યા જમીન વિવાદ કેસના ચુકાદાનો ઉલ્લેખ કરીને દિલ્હી (Delhi)ની એક અદાલતે (court) કુતુબ મિનાર( Qutub Minar ) સંકુલમાં હિન્દુ અને જૈન દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવા અને પૂજા કરવાનો અધિકાર(right to worship) માગતી અરજી ફગાવી(rejected) દીધી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે ભૂતકાળની ભૂલો વર્તમાન અને ભવિષ્યમાં શાંતિ ભંગનું કારણ બની શકે નહીં.

 

શું કેસ દાખલ કરાયો હતો?

દાખલ કરાયેલા કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરજદારનું કહેવું છે કે મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીને દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ આ 27 મંદિરોને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ઉતાવળમાં, મંદિરો તોડીને બાકીની સામગ્રી સાથે મસ્જિદ બનાવવામાં આવી હતી. ત્યારબાદ તે મસ્જિદનું નામ કુવ્વત-ઉલ-ઈસ્લામ રાખવામાં આવ્યું. જેનો અર્થ થાય છે ઇસ્લામની શક્તિ. તેના નિર્માણનો હેતુ પૂજા કરતાં સ્થાનિક હિંદુ અને જૈન લોકોની ધાર્મિક લાગણીઓને વધુ ઠેસ પહોંચાડવાનો અને તેમની સામે ઇસ્લામની શક્તિ બતાવવાનો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ન્યાયાધિશે શું કહ્યુ ?

કેસને ફગાવી દેતા ન્યાયાધીશ નેહા શર્માએ કહ્યું કે, ભારતનો સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઇતિહાસ છે. અહીં ઘણા રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું છે. ન્યાયાધીશે કહ્યું કે ઈતિહાસને સમગ્ર રીતે સ્વીકારવો પડશે. શું આપણા ઈતિહાસમાંથી સારાને જાળવી શકાય અને ખરાબને ભૂંસી શકાય નહીં? તેમણે 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અયોધ્યા ચુકાદાનો ઉલ્લેખ કર્યો. સમગ્ર કેસ પર પ્રકાશ ફેંકવા માટે તેમણે અયોધ્યા ચુકાદાના એક ભાગને ટાંક્યો હતો.

ન્યાયાધીશે કહ્યું કે એક વાર એક સ્ટ્રક્ચરને સુરક્ષિત સ્મારક જાહેર કરી દેવામાં આવ્યું છે. સરકારની માલિકીની હોય તો અરજદાર પૂજા સ્થળનો ધાર્મિક રીતે ઉપયોગ થવો જોઈએ તેવો આગ્રહ કરી ન શકે.

મહત્વનું છે કે એડવોકેટ વિષ્ણુ એસ જૈન દ્વારા દાખલ કરાયેલા દાવામાં કેન્દ્ર સરકારને ટ્રસ્ટ એક્ટ 1882 મુજબ ટ્રસ્ટ બનાવવા અને કુતુબ વિસ્તારમાં સ્થિત મંદિર સંકુલનું સંચાલન અને વહીવટ સોંપવા માટે ફરજિયાત મનાઈ હુકમની માંગણી કરી હતી.

 

આ પણ વાંચોઃ Gram Panchayat Election : વલસાડ જિલ્લાની 24 ગ્રામ પંચાયત સમરસ, 302 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે, સરપંચ માટે 1299 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

આ પણ વાંચોઃ જનરલ બિપિન રાવતના નિધન પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- લોકોના મનમાં શંકા છે, આ કેવી રીતે થયું ?

આ પણ વાંચોઃ Viral Video : આ ડોગ પાસે તો માણસ કરતા પણ સારી સુવિધા ! ડોગના આલીશાન ઘરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

Next Article