AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Pollution:દિલ્હીને હજુ પ્રદૂષણમાંથી રાહત નહીં મળે! આજે પણ હવા ખરાબ થઈ શકે છે, જાણો શું છે કારણ

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, સાંજે 5 વાગ્યે હવામાં PM 10નું સ્તર 254 માઈક્રોગ્રામ અને PM 2.5નું સ્તર 162 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું. હવામાં પીએમ 10નું સ્તર 100થી ઓછું અને પીએમ 2.5નું સ્તર 60થી ઓછું હોવું જોઈએ.

Air Pollution:દિલ્હીને હજુ પ્રદૂષણમાંથી રાહત નહીં મળે! આજે પણ હવા ખરાબ થઈ શકે છે, જાણો શું છે કારણ
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 11:30 AM
Share

Air Pollution:દિલ્હીમાં હાલ પ્રદૂષણમાં(Delhi Air Pollution)થી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. પવનની ગતિ ઓછી હોવાને કારણે શનિવારે પણ હવામાં પ્રદૂષણનું સ્તર(Pollution Level) વધી શકે છે. શુક્રવારે દિલ્હીની હવા પણ અત્યંત નબળી શ્રેણી(Severe category)માં નોંધાઈ હતી. દરમિયાન, દિલ્હીના લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા માટે મજબૂર છે. ધુમ્મસ, વાદળો અને પવનની ધીમી ગતિને કારણે ગુરુવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 429 નોંધાયો હતો. તેને ગંભીર શ્રેણી ગણવામાં આવે છે.

આ પછી સાંજે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો હતો.શુક્રવારે દિલ્હી એર ક્વોલિટી ઈન્ડેક્સ 346 પોઈન્ટ પર રહ્યો હતો.દિલ્હી (Delhi)ના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા (Air quality) સૂચકાંક 300 ની ઉપર છે. તે જ સમયે, જહાંગીરપુરી મોનિટરિંગ સેન્ટરનો ઇન્ડેક્સ 409 નોંધાયો છે.

PM10નું સ્તર 100થી ઓછું હોવું જોઈએ

છેલ્લા 24 કલાકમાં પ્રદૂષણનું સ્તર ભલે નીચે આવ્યું હોય, પરંતુ દિલ્હીની હવામાં હજુ પણ અઢી ગણું વધુ પ્રદૂષણ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, સાંજે 5 વાગ્યે હવામાં PM 10નું સ્તર 254 માઈક્રોગ્રામ અને PM 2.5નું સ્તર 162 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું. હવામાં પીએમ 10નું સ્તર 100થી ઓછું અને પીએમ 2.5નું સ્તર 60થી ઓછું હોવું જોઈએ. આ મુજબ દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર હાલમાં standards કરતાં અઢી ગણું વધારે છે.

આજે પ્રદૂષણનું સ્તર વધી શકે છે

હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે પવનની ગતિ લાંબા સમય સુધી શાંત રહેશે. જો સમયાંતરે પવન ફૂંકાય તો પણ તેની ઝડપ કલાકના ચાર કિલોમીટરથી વધુ નહીં થાય. જ્યારે રવિવારે પણ પવનની ઝડપ પ્રતિ કલાક દસ કિલોમીટરથી ઓછી રહેવાની શક્યતા છે. વાતાવરણમાં રહેલા પ્રદૂષણના કણો ત્યારે જ વહી શકે છે જ્યારે પવન જોરદાર હોય.

ચક્રવાત જવાદ શનિવારે ઉત્તર આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં પહોંચવાની સંભાવના વચ્ચે, રાજ્ય સરકારે ત્રણ જિલ્લામાંથી 54,008 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. જ્યારે ઓડિશામાં ચક્રવાતને ધ્યાનમાં રાખીને, 19 જિલ્લાઓમાં શાળા અને જાહેર શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ આજે બંધ રહેશે

આ પણ વાંચો : IND vs NZ 2nd Test, Day 2 LIVE Score: બીજા દિવસની શરુઆતે જ એજાઝ પટેલ બન્યો આફત, પહેલા સેશનના પ્રારંભે જ ભારતે 2 વિકેટ ગુમાવી

આ પણ વાંચો : BJP Mission-2022: ઉત્તરાખંડના દેહરાદૂનમાં આજે PM મોદીની સંકલ્પ રેલી, વિધાનસભા ચૂંટણી માટે ભાજપ કરશે શંખનાદ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">