Delhi: AAP ધારાસભ્ય એપોઇન્ટમેન્ટ વિના LGને મળવા પહોંચ્યા, પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

|

Sep 01, 2022 | 5:39 PM

AAP ધારાસભ્યો રાજધાનીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજ્યપાલને મેમોરેન્ડમ આપવા માટે મળવા માંગતા હતા, પરંતુ પોલીસે તેમને બેરિકેડ લગાવીને અટકાવ્યા. આ પછી, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ એલજી સચિવાલયની બહાર ધરણા શરૂ કર્યા.

Delhi: AAP ધારાસભ્ય એપોઇન્ટમેન્ટ વિના LGને મળવા પહોંચ્યા, પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
AAP Protest

Follow us on

દિલ્હીમાં (Delhi) કથળતી કાયદો અને વ્યવસ્થાને લઈને લેફ્ટનન્ટ ગવર્નરને (LG) મળવા આવેલા આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્યોને પોલીસે અટકાયતમાં લીધા છે અને બસમાં લઈ ગયા છે. AAP ધારાસભ્યો રાજધાનીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજ્યપાલને મેમોરેન્ડમ આપવા માટે મળવા માંગતા હતા, પરંતુ પોલીસે તેમને બેરિકેડ લગાવીને અટકાવ્યા. આ પછી, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ એલજી સચિવાલયની બહાર ધરણા શરૂ કર્યા, ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી અને બસમાં લઈ ગઈ.

ધારાસભ્યોને ઉઠાવતા પહેલા, દિલ્હી પોલીસે કલમ 144નો હવાલો આપીને ધરણામાંથી ઉભા થવા કહ્યું હતું. પોલીસે ધારાસભ્યોને કહ્યું કે જો તમારી પાસે લેફ્ટનન્ટ ગવર્નરને મળવાની એપોઇન્ટમેન્ટ નથી તો જાઓ, જો તમે નહીં જાઓ તો પોલીસ બળજબરીથી તેમને ઉપાડી જશે. આ પછી પોલીસે તેની અટકાયત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

શુક્રવારે LG અને કેજરીવાલની મુલાકાત નહીં થાય

દિલ્હીમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે, અહેવાલ છે કે આ શુક્રવારે યોજાનારી LG અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાપ્તાહિક બેઠક હવે નહીં થાય. જો કે તેની પાછળનું કારણ કોઈ રાજકીય હરીફાઈ નથી પરંતુ કેજરીવાલની ગુજરાત મુલાકાત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે જવાના છે અને તેથી જ તેઓ બેઠકમાં હાજરી આપી શકશે નહીં.

મળતી માહિતી મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. કેજરીવાલ 2 સપ્ટેમ્બરે ગુજરાતના દ્વારકામાં અને 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં ટાઉનહોલમાં જાહેર સભા કરશે. તમને જણાવી દઈએ કે દર શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે બેઠક થાય છે.

હું મારી ફરજોમાંથી વિચલિત થઈશ નહીં: LG

મેં દિલ્હીના લોકો માટે સુશાસન, ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા અને વધુ સારી સેવાઓ માટે હાકલ કરી હતી. પરંતુ કમનસીબે, માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ હતાશામાં વિચલિત યુક્તિઓ અને ખોટા આરોપોનો આશરો લીધો છે.

 

 

તેમણે ટ્વીટમાં લખ્યું, આગામી દિવસોમાં મારા અને મારા પરિવાર પર આવા નિરાધાર અંગત હુમલા થાય તો મને આશ્ચર્ય થશે નહીં. તેઓએ જાણવું જોઈએ કે હું કોઈપણ સંજોગોમાં મારી બંધારણીય ફરજોથી વિચલિત થઈશ નહીં. દિલ્હીના લોકોનું જીવન સુધારવાની મારી પ્રતિબદ્ધતા અતૂટ છે.

Published On - 5:39 pm, Thu, 1 September 22

Next Article