ભારતીય સેના વધુ મજબૂત બનશે, 76,390 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદાશે આધુનિક હથિયાર, DACએ આપી મંજૂરી

|

Jun 06, 2022 | 8:14 PM

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની (Rajnath Singh) અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ આ દરખાસ્તોને મંજૂરી આપી હતી. રક્ષા મંત્રાલયના આ નિર્ણયથી 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ બળ મળશે.

ભારતીય સેના વધુ મજબૂત બનશે, 76,390 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદાશે આધુનિક હથિયાર, DACએ આપી મંજૂરી
Rajnath Singh
Image Credit source: ANI

Follow us on

એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવતા સંરક્ષણ મંત્રાલયે (Defence Ministry) સોમવારે સ્થાનિક ઉદ્યોગો પાસેથી 76,390 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો અને અન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની (Rajnath Singh) અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ આ દરખાસ્તોને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે રક્ષા મંત્રાલયના આ નિર્ણયથી ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ બળ મળશે અને આપણા દેશની વ્યૂહાત્મક શક્તિ વધુ મજબૂત થશે. આધુનિક હથિયારો મળવાથી ભારતીય સેના વધુ મજબૂત બનશે.

ભારતીય નૌકાદળ માટે, DAC એ આશરે રૂ. 36,000 કરોડના અંદાજિત ખર્ચે નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ (NGCs) ની ખરીદીને મંજૂરી આપી છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. કોર્વેટ એ એક પ્રકારનું નાનું જહાજ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ NGCs સર્વેલન્સ અને હુમલા સહિત વિવિધ ભૂમિકાઓ માટે ઉપયોગી થશે. NGCનું નિર્માણ ભારતીય નૌકાદળની નવી ‘ઈન-હાઉસ ડિઝાઈન’ના આધારે કરવામાં આવશે અને તેમાં શિપબિલ્ડીંગની નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, એમ નિવેદનમાં જણાવાયું છે.

સ્વદેશીકરણને પ્રોત્સાહન મળશે

DAC એ સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે ડોર્નિયર એરક્રાફ્ટ અને Su-30MKI એરો-એન્જિન બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. DAC (Defence Acquisition Council) એ ભારતીય સેના માટે ટફ એરિયા ફ્રેન્ડલી ટ્રક (RTFLT), સ્પેશિયલ ટેન્ક (BLT) વગેરેની સાથે એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ્સ (ATGM) અને અન્ય શસ્ત્રોના સ્થાનિક સ્ત્રોતો પાસેથી પ્રાપ્તિ માટે નવી મંજૂરી આપી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

દેશ ‘આત્મનિર્ભર ભારત’ બનવા તરફ આગળ વધી રહ્યો છે

દેશ સતત ‘આત્મનિર્ભર ભારત’ બનવા તરફ આગળ વધી રહ્યો છે. અત્યાધુનિક શસ્ત્રોની ખરીદીમાં ભારત મોખરે છે. ગયા અઠવાડિયે, સંરક્ષણ મંત્રાલયે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે એર-ટુ-એર એસ્ટ્રા Mk-I મિસાઇલો અને સંબંધિત સાધનોની ખરીદી માટે રૂ. 2,971 કરોડનો કરાર કર્યો હતો.

મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય નૌકાદળ માટે મિસાઇલોની ખરીદી કરવામાં આવી રહી છે. ‘Astra Mk-I BVR AAM’ ને ભારતીય વાયુસેનાની જરૂરિયાતો અનુસાર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસાવવામાં આવી છે.

Published On - 8:14 pm, Mon, 6 June 22

Next Article