પાકિસ્તાનમાં પડેલી મિસાઈલ મુદ્દે રક્ષાપ્રધાન રાજનાથસિંહ 15 માર્ચે સંસદમાં આપશે નિવેદન

|

Mar 14, 2022 | 10:11 PM

પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે પંજાબ પ્રાંતના મિયાં ચન્નુ શહેરમાં 9 માર્ચે પડેલી મિસાઈલ હથિયારો વિનાની આ એક સુપરસોનિક એટલે કે અવાજની ગતિથી વધુ ઝડપે ઉડનારી મિસાઈલ હતી.

પાકિસ્તાનમાં પડેલી મિસાઈલ મુદ્દે રક્ષાપ્રધાન રાજનાથસિંહ 15 માર્ચે સંસદમાં આપશે નિવેદન
Defense Minister Rajnath Singh

Follow us on

મીડિયા રિપોર્ટ મુજબ, ભારતના સિરસાથી અજાણતા છુટેલી અને પાકિસ્તાનમાં (Pakistan) જઈને પડેલી મિસાઈલની ઘટના મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) મંગળવારે સંસદમાં નિવેદન આપશે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાં ચન્નુ શહેરમાં 9 માર્ચે પડેલી મિસાઈલની (Missiles) ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પહેલાથી જ આપવામાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે આકસ્મિક રીતે છુટેલી મિસાઈલને કારણે કોઈનું મોત થયું નથી.

ભારતે આ ઘટના અંગે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ‘9 માર્ચ 2022ના રોજ, નિયમિત જાળવણી દરમિયાન, ટેક્નિકલ ખામીને કારણે મિસાઈલનું આકસ્મિક ફાયરિંગ થયું હતું. ભારત સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

ભારત સરકારે કહ્યું હતું કે, ‘એવું જાણવા મળ્યું છે કે મિસાઈલ પાકિસ્તાનના એક વિસ્તારમાં પડી હતી. જ્યાં એક તરફ આ ઘટના અત્યંત ખેદજનક છે તો બીજી તરફ એ પણ રાહતની વાત છે કે અકસ્માતને કારણે કોઈ વ્યક્તિનો જીવ ગુમાવ્યો નથી.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

પાકિસ્તાની સશસ્ત્ર દળોએ દાવો કર્યો હતો કે ભારત તરફથી એક પ્રક્ષેપણ કથિત રીતે તેના ક્ષેત્રમાં આવી હતી. પાકિસ્તાની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેણે ભારત તરફથી કથિત રીતે તેની એરસ્પેસમાં 123 કિલોમીટર અંદર આવી રહેલી એક મિસાઈલ શોધી કાઢી હતી જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી હતી. પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે હથિયારો વિનાની આ એક સુપરસોનિક એટલે કે અવાજની ગતિથી વધુ ઝડપે ઉડનારી મિસાઈલ હતી.

પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતના દૂતાવાસના ઈન્ચાર્જને બોલાવીને મિસાઈલ મામલાને લઈને સમન્સ પાઠવ્યું હતું. પાકિસ્તાને તેના એરસ્પેસના કથિત ઉશ્કેરણી જનક ઉલ્લંઘન પર તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ઘટનાની ઝીણવટભરી અને પારદર્શક તપાસની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ

પંજાબના જલંધરમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીની ગોળી મારીને કરાઈ હત્યા, ટુર્નામેન્ટ સમયે બની ઘટના

આ પણ વાંચોઃ

US Iran Tension: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ ? મિસાઈલ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો

Next Article