દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા, લાંબા સમયથી હતા બિમાર

જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા, લાંબા સમયથી હતા બિમાર
Follow Us:
| Updated on: Sep 11, 2022 | 6:22 PM

દ્વારકાપીઠના શંકરાચાર્ય (Shankaracharya) સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.

9 વર્ષેની વયે છોડી દીધું ઘર

નવ વર્ષની નાની ઉંમરે જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ઘર છોડીને ધાર્મિક તીર્થયાત્રાઓ શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને અહીં તેમણે બ્રહ્મલિન શ્રી સ્વામી કરપતિ મહારાજ વેદ-વેદાંગ અને શાસ્ત્રો શીખ્યા. આ તે સમય હતો જ્યારે દેશ અંગ્રેજો સામે લડી રહ્યો હતો. દેશમાં આંદોલનો થયા. 1942માં જ્યારે ગાંધીજીએ ભારત છોડોનો નારો આપ્યો ત્યારે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં પણ કૂદી પડ્યા. તે સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. આ ઉંમરે તેમની ઓળખ ‘ક્રાંતિકારી સાધુ’ તરીકે થઈ હતી. આ સમય દરમિયાન, તેમણે નવ મહિના વારાણસીની જેલમાં અને છ મહિના તેના ગૃહ રાજ્ય મધ્યપ્રદેશની જેલમાં પણ વિતાવ્યા હતા.

જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી કરપતિ મહારાજના રાજકીય પક્ષ રામ રાજ્ય પરિષદના પ્રમુખ પણ હતા. 1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. 1950માં શારદા પીઠે શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેઓ રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા. અવારનવાર તમામ મુદ્દાઓમાં સરકાર સામે અવાજ ઉઠાવતા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ઈરાનના પ્રવાસે હતા ત્યારે સુષ્માએ માથું ઢાંકી દીધું હતું. હિજાબનો ટ્રેન્ડ હોવાથી તેઓએ પણ એવું જ કરવું પડ્યું. શંકરાચાર્યે તેનો વિરોધ કર્યો.

તેમનો જન્મદિવસ હરિયાળી તીજના દિવસે ઉજવવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ટોચના નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આપણા આદરણીય ગુરુદેવ, સનાતન ધર્મના ધ્વજ વાહક, અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પ્રાગટય દિવસે તેમને હાર્દિક શુભેચ્છાઓ. મહારાજશ્રી આપણા સૌના પ્રેરણાસ્ત્રોત બની રહે, સ્વસ્થ રહે અને લાંબુ આયુષ્ય આપે, એ જ માતા રાજ રાજેશ્વરીને પ્રાર્થના.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">