AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના પોઝીટીવ સસરાને પીઠ પર લઈને પૂત્રવધુ પહોચી હોસ્પિટલ, લોકો મદદને બદલે ખેચતા રહ્યાં ફોટો

લોકો હજી પણ પુત્ર અને પુત્રી વચ્ચેના તફાવત રાખે છે. વૃદ્ધાવસ્થામાં પુત્ર તેમનો ટેકો બનશે તેવુ માનતા આવ્યા છે. પરંતુ આસામની ( Assam ) આ તસવીર, લોકોની પૂત્રઘેલી વિચારસરણીને બદલી નાખે તેવી છે. આસામના નાગાઓનથી એક યુવતી તેની પીઠ પર એક વૃધ્ધને લઈને જતી હોવાનો ફોટો વાયરલ થયો છે. હકીકતમાં આ યુવતી એ વહુ છે. અને પીઠ પર સવાર વૃધ્ધ તેના સસરા છે. કોરોના સંક્રમિત સસરાને લઈને તે હોસ્પિટલ પહોંચી છે.

કોરોના પોઝીટીવ સસરાને પીઠ પર લઈને પૂત્રવધુ પહોચી હોસ્પિટલ, લોકો મદદને બદલે ખેચતા રહ્યાં ફોટો
આસામમાં વાયરલ થયો ફોટો, પીઠ પર સસરાને ઉઠાવીને પૂત્રવધુ બે કિલોમીટર દૂર પહોચી સારવાર માટે
| Updated on: Jun 10, 2021 | 10:45 AM
Share

આસામના( Assam )નાગાંવના રહેવાસી નિહારિકા દાસે સમાજમાં નવો દાખલો બેસાડ્યો. પુત્રની ફરજ પૂરી કરીને તે એક આદર્શ પુત્રવધૂ ( Daughter in law ) બની છે. સોશ્યલ મીડિયા પર, લોકો કહી રહ્યા છે કે જો પુત્રવધૂ હોય તો નિહારિકા દાસ ( Niharika Das ) જેવી હોય. નિહારીકાએ તેની પીઠ પર કોરોના પોઝિટિવ સસરાને ( Father in law ) લઈને, સારવાર માટે બે કિલોમીટર દુર આવેલા આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ છે. આ બે કિલોમીટરના માર્ગમાં અનેક લોકો તેમના મોબાઈલમાં નિહારીકા અને તેના સસરાનો ફોટો લેતા રહ્યાં પણ કોઈએ પુછ્યુ નહી કે કોઈ મદદની જરૂર છે.

લોકો ફોટો ખેચતા રહ્યા નિહારિકા દાસનો ફોટો સોશિયલ મીડિયા ( Social media )  પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે તેની પીઠ પર કોરોના પોઝિટિવ સસરાને લઈ જતી જોવા મળી છે. નિહારિકા તેના સાસરાને તેની પીઠ પર લઇને લગભગ 2 કિમી સુધી ચાલી હતી. આ દરમિયાન લોકોએ ફોટા પાડ્યા. પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં. તસવીર વાયરલ થયા બાદ હવે લોકો નિહારિકાને આદર્શ પુત્રવધૂ કહેવા લાગ્યા છે. જો કે, આટલી મહેનત પછી પણ નિહારિકા તેના સાસરાને બચાવી ન શકી અને તે ખુદ કોરોના પોઝિટિવ બની ગઈ.

કોઈ મદદ માટે ના આવ્યા ખરેખર, નિહરિકાના સસરા થુલેશ્વર દાસ, નગાવના રાહા વિસ્તારના ભાટીગામમાં સોપારીના વેપારી હતા. 2 જૂને થુલેશ્વર દાસમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. પુત્રવધૂ નિહારિકાએ તેની તબિયત લથડતાં 2 કિમી દૂર રાહાના આરોગ્ય કેન્દ્ર લઈ જવા માટે રિક્ષાની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઓટો રિક્ષા તેના ઘરે પહોંચી શકી ન હતી. તેના સસરાની હાલત બગડતી હતી. તે સમયે ઘરમાં કોઈ બીજું હાજર નહોતું.

નિહારિકાના પતિ સિલિગુડીમાં નોકરી કરે છે. આવી સ્થિતિમાં સસરાને પીઠ પર લઈ જવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. નિહારિકા તેના સસરાને તેની પીઠ ઉપરથી લઈને ઓટો રીક્ષાના સ્ટેન્ડ સુધી લઈ ગઈ હતી. ત્યારબાદ તેને આરોગ્ય કેન્દ્ર ખાતે, વાહનમાંથી બહાર કાઢીને પીઠ પર લઈને હોસ્પિટલની અંદર લઈ ગઈ હતી. આ દરમિયાન કોઈએ મદદ કરી ન હતી. નિહારિકાને 6 વર્ષનો પુત્ર પણ છે.

પૂત્રઘેલી વિચારસરણીને બદલવા વાયરલ ફોટો સક્ષમ લોકો હજી પણ પુત્ર અને પુત્રી વચ્ચેના તફાવત રાખે છે. વૃદ્ધાવસ્થામાં પુત્ર તેમનો ટેકો બનશે તેવુ માનતા આવ્યા છે. પરંતુ આસામની આ તસવીર, લોકોની પૂત્રઘેલી વિચારસરણીને બદલી નાખે તેવી છે. આસામના નાગાંવથી એક યુવતી તેની પીઠ પર એક વૃધ્ધને લઈને જતી હોવાનો ફોટો વાયરલ થયો છે. હકીકતમાં આ યુવતી એ વહુ છે. અને પીઠ પર સવાર વૃધ્ધ તેના સસરા છે. કોરોના સંક્રમિત સસરાને લઈને તે હોસ્પિટલ પહોંચી છે.

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">