AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકાર આ લોકોને લગ્ન બાદ 2 લાખ 50 હજાર રૂપિયાની સહાય આપે છે, જાણો કેવી રીતે કરશો અરજી

કેન્દ્ર સરકાર જાતિ વ્યવસ્થામાં સામાજિક દૂષણોને દૂર કરવા અને આંતરજાતિય લગ્નને પ્રોત્સાહન આપવા યોજના ચલાવી રહી છે. જે અંતર્ગત કોઈ દલિત વ્યક્તિ સાથે આંતરજાતિય લગ્ન કરવાના પ્રોત્સાહન રૂપે મોદી સરકાર 2 લાખ 50 હજાર રૂપિયા ભેટ આપે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ આર્થિક મદદ ડો.આંબેડકર સ્કિમ ફોર સોશિયલ […]

મોદી સરકાર આ લોકોને લગ્ન બાદ 2 લાખ 50 હજાર રૂપિયાની સહાય આપે છે, જાણો કેવી રીતે કરશો અરજી
| Updated on: Jul 07, 2019 | 10:00 AM
Share

કેન્દ્ર સરકાર જાતિ વ્યવસ્થામાં સામાજિક દૂષણોને દૂર કરવા અને આંતરજાતિય લગ્નને પ્રોત્સાહન આપવા યોજના ચલાવી રહી છે. જે અંતર્ગત કોઈ દલિત વ્યક્તિ સાથે આંતરજાતિય લગ્ન કરવાના પ્રોત્સાહન રૂપે મોદી સરકાર 2 લાખ 50 હજાર રૂપિયા ભેટ આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ આર્થિક મદદ ડો.આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેસન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજ અંતર્ગત આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત 2013માં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં થઈ હતી. જે સમયે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા. આ યોજના આજે પણ ચાલી રહી છે. યોજનાના લાભાર્થી બનવા માટે કેટલીક શરતો લાગુ છે. આ યોજનાનો હેતુ જાતિ વ્યવસ્થાના દૂષણને દૂર કરવા અને સમાજ વ્યવસ્થામાં પોતાની અલગ જગ્યા બનાવનારા યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છો. આંતરજાતિય લગ્નની સહાય માટે બે રીતે આવેદન કરી શકાય છે.

1. નવદંપતી પોતાના વિસ્તારના સાંસદ અથવા ધારાસભ્યની ભલામણ સાથે અરજીનું ફોર્મ ડો.આંબેડકર ફાઉન્ડેશનને મોકલી શકે છે.

2. અરજીનું ફોર્મ ભરીને રાજ્ય સરકાર અથવા જિલ્લા પ્રશાસનને પણ આપી શકે છે. જે બાદ રાજ્ય સરકાર અથવા તંત્રની ભલામણ સાથે ફોર્મ ડૉ.આંબેડકર ફાઉન્ડેશનને મોકલી દે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોણ આ યોજનાનો લાભાર્થી બની શકે છે

  • નવદંપતીમાંથી કોઈ એક વ્યક્તિ દલિત સમુદાયની હોવી જોઈએ. અને બીજી વ્યક્તિ દલિત સમુદાયની બહારનું હોવી જોઈએ.
  • લગ્ન હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ રજિસ્ટ્રેશન થવા જરૂરી છે. જે સંબંધિત દંપતીએ એક એફિડેવીટ પણ દાખલ કરવાનું હોઈ છે.
  • આ યોજનાનો લાભ માત્ર પ્રથમ વખત લગ્ન કરનારા દંપતીને જ લાગુ પડે છે. બીજી વખત લગ્ન કરનારા દંપતી લાભ મેળવી શકતા નથી.
  • લગ્નના એક વર્ષ દરમિયાન કોઈપણ સમયે અરજી કરી શકાય છે.
  • જો નવદંપતીને રાજ્ય અથવા કેન્દ્ર સરકારની કોઈ પણ સહાય અગાઉ મળેલી હશે તો અઢી લાખ રૂપિયામાંથી તેને ઘટાડી દેવાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરજી સાથે આ પુરાવા આપવા જરૂરી

  • દંપતીમાંથી જે વ્યક્તિ દલિત સમુદાયની છે તેને જાતિનું સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે.
  • હિન્દુ વિવાહ એક્ટ 1955 અંતર્ગત રજિસ્ટ્રેશનનું પણ સર્ટિફિકેટ સાથે જોડવાનું રહશેૉ
  • અરજીમાં પહેલી વખત લગ્ન થઈ રહ્યા છે તે વાતનો પુરાવો પણ જોડવાનો રહેશે
  • નવદંપતીઓની ઉંમરના પુરાવા પણ રજૂ કરવા પડે છે
  • સંયુક્ત બેંક એકાઉન્ટની માહિતી પણ રજૂ કરવાની હોઈ છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">